સ્પેકટ્રોમીટર - વારંવાર વધતા બળાત્કારના કિસ્સાઓ અંગે સમસ્યાના સાચા મૂળિયા સુધી પહોંચવાને બદલે ખોટા નિશાને ગોળીબાર થાય છે!

Article by Jay Vasavada in Ravi Purti
Sunday, April 28, 2013

ઓ રી ગુડિયા... દુઃખ સહેતે બીતી સદીયાં!

 

જયારે પણ આ દેશમાં કોઈ અનિચ્છનીય કે દયનીય બનાવ બને છે, ત્યારે બધા રોદણા રોવા બેસી જાય છે, પરંતુ કોઈ તેનું સાચું કારણ કે તેની પાછળના પરિબળો કે તેના solution માટેનો કોઈ રસ્તો બતાવતા નથી

જયારે JV ના લેખમાંથી એક સાચો રસ્તો, એક solution મળી આવે છે, આ એક ઉત્તર છે એ લોકો માટે જે હમેશા કહી રાખે છે, કે આમાં શું થઇ શકે? શું કરી શકાય? આનો કોઈ રસ્તો નથી!!
 
એવું કહેવાય છે કે ગુડગાંવ પાસે આવેલી ઘણી ટીવી ચેનલોના છાકટા અને ''કૌન રોકેગા મુઝે''ના રાજાપાઠમાં આવી જતા કર્મચારીઓ જ ત્યાંથી પસાર થતી ઘણી યુવતીઓને બેફામ પરેશાન કરે છે.

 

આ એક ખૂબ જ કમનસીબી છે, India માં so called Media સિવાય બધા જ સાચી 'media' નું કામ કરે છે.
News - channels મીઠું-મરચું ભભરાવવા સિવાય બીજું કોઈ કામ કરતા હોય એવું લાગતું જ નથી.
થોડા સમય પહેલા જ સ્મ્રીતી ઈરાની નો 'આજ-તક' માં એક interview હતો, જેમાં તે interview લેનાર રાહુલ કંવલ ની બોલતી બંધ કરી નાખે છે (હું સ્મ્રીતી ઈરાની નો fan કે supporter નથી), જેને આજતક એ પોતાની youtube channel પરથી નીકાળી દીધો અને બીજા કોઈ user એ upload કર્યો હતો, તો તેને copyright નું કારણ આપીને remove કરી દીધો..
આ જ news channel જયારે કોઈ ખાસ news લાવે છે, ત્યારે specially 'આજતક ને કિયા પર્દા-ફાશ' અને 'આજતક કી ખાસ પેશકશ' ના નામે બતાવે છે, પરંતુ જયારે જવાબદારી લેવાની આવે છે, ત્યારે તે પોતાનું નામ આપવા તૈયાર થતા નથી.
 
 આ નાના બાળકો પર નજર બગાડતો ઢાંઢોઢગો ઢોર પોતે જ એક નંબરનો સાઇકિક વિકૃત બદમાશ છે પહેલેથી. સંસ્કાર કે સંયમ કે સંવેદનશીલતાનો છાંટો એનામાં રેડાયો જ નથી બચપણથી અને અગાઉ કરેલા અપરાધોમાં ત્વરિત યોગ્ય સજા ન મળતાં એની હિંમત ખુલતી ગઇ છે. યાનિ કે, એના મનમાં જ વિકૃતિનું ઘાસલેટ છલોછલ હતું, કોઇ તસ્વીર કે કિલપે ફકત એના પર પલીતો ચાંપવાનું, ઇગ્નિશનનું જ કામ કર્યું! જેમ અમુક માનસિક રીતે અપરિપકવ બાળકો રામાયણ- મહાભારત જેવી ઉત્તમ સીરિયલમાંથી પણ તીર કામઠાં ચલાવી ઇજાગ્રસ્ત થવાનું શીખતા ને એવા જોખમી પ્રયોગો ય કરતા પણ એ જ જોનારા અન્ય કરોડો 'નોર્મલ' બાળકો આવી હરકતો કદી ન કરતાં એવું જ કંઇક!
ઓછા કપડાંમાં નખરાળા ગીત પર નાચતી નટીઓ હેલન, કૂક્કૂથી લઇ પરવીન, ઝિન્નત પણ હતી. તો શું બળાત્કાર માટે ફિલ્મ હીરોઇનોને જવાબદાર ઠેરવી દેવાની? એમ ગ્લેમરના સંગથી જ રેપિસ્ટ બનાતું હોત તો ફિલ્મ સ્ટારોમાં શાઇની આહુજા જેવા એકલદોકલ અપવાદને બદલે તમામે તમામ બળાત્કારી જ હોત! તો-તો ખુશવંતસિંહ કે યુવરાજસિંહ બળાત્કારી બની ગયા હોત! ઇરોટિક અને વલ્ગર વચ્ચેનો ભેદ શીખીશું ખરા?

Really well said, આ રીતે, કોઈ વ્યક્તિ કોઈ એક વસ્તુ માંથી કોઈક ખરાબ અર્થ લઇ લે અને તે કારણે તે સાહિત્ય ને દોષ આપવા માં આવે તે વાત ખોટી છે.
આજે ધુમ્રપાન કે દારૂ ના સેવન થી cancer થાય તેવું બધા જ scenes માં દેખાડાય છે. આ જ જો જોવામાં આવે, તો અમિતાભ બચ્ચન એ રોજ TV પર આવીને કહેવું પડે : "હત્યા કરના બૂરી બાત હૈ", "ચોરી કરના બૂરી બાત હૈ", "smuggling  કરના બૂરી બાત હૈ" etc. કારણ કે, આટલા વર્ષો થી પડદા પર તેણે  એ જ તો કર્યું છે!!!!
પરંતુ, તેના ખૂબ જ મોટા fan હોવા છતાં મેં (અને મારા જેવા કેટલાય બીજા લોકોએ) આવું વિચારીને પોતે underworld ના રસ્તે જવાનું વિચાર્યું નથી.
જે સાચું કારણ છે, એ છોડીને બીજી બાબતો માં સમય નષ્ટ કરવો એ જ તકલીફ થઇ ગઈ છે!
 (૧) બળાત્કાર બાબતે જવાબદારીના કઠેરામાં ઉભા રાખવાની પહેલી પ્રાયોરિટી ટીવી સિનેમા ઇન્ટરનેટની નહિં, પણ પોલીસની છે.....
અમદાવાદ India નું (અને કદાચ વિશ્વ નું) સૌથી ખરાબ traffic sense ધરાવતું શહેર હશે!
લોકો કદી stop line ની પાછળ નથી ઉભા રહેતા અને red signal હોવા છતાં પણ સિગ્નલ તોડવા નો try કરે છે, પરંતુ જો આના માટે કોઈ પોલીસવાળો ત્યાં ઉભો હોય તો કોઈ પણ આવું કરવાનું વિચારતો નથી અને જો પોલીસવાળો થોડું પણ ધમકાવે કે દંડની વાત કરે, તો બધા જ કોઈ બાલમંદિર ના બાળક ની જેમ ગોઠવાઈ જાય છે.
Traffic police ની વાત આવે, તો બધા કહેશે કે આતો ખાલી helmet વગરનાઓને પકડવા અને પૈસા ખાવા જ ઉભા રહે છે.
 
જો કાયદો બધા માટે સરખો રાખવામાં આવે, તો આ તકલીફ કદી જ ના થાય. બધા એમ જ વિચારે છે, પેલો છૂટી ગયો, તો હું પણ આમ કેમ ના કરું? George Clooney હોય કે Lindsay Lohan, જો તે નિયમ તોડે, તો તેને ત્યાં ને ત્યાં જ દંડ ભરવો પડે છે અને જો વાંક હોય અને જરૂર હોય તો jail માં પણ જવું પડે, ભલે તમે કોઈ પણ હોય!! આના લીધે સામાન્ય લોકો પણ નિયમો તોડતા વિચારે છે.
પણ, અહિયાં તો જોવામાં આવે છે, કે જો તમારી કોઈ લાગવગ કે ઓળખાણ હોય, તો કોઈ તમારું કઈ જ ના બગાડી શકે!
જેને કારણે લોકો નો કાયદા મેં કોઈ જ વિશ્વાસ નથી અને ગુનો કરતા પણ કદી વિચારતા નથી.
 

Views: 158

Blog Posts

Keep under control

Posted by Hasmukh amathalal mehta on January 23, 2019 at 5:27am 0 Comments

Keep under control

Wednesday,23rd January 2019

 

Patience is the key

that is needed in the journey

in life, you observe at the critical moment

it shall pay you rich dividend

 

patience and anger

both are of opposite nature

but if both are employed

you shall never be…

Continue

Make life golden

Posted by Hasmukh amathalal mehta on January 23, 2019 at 5:20am 0 Comments

Make life golden 

​​​​​​​Wednesday.23rd January 2019

 …

Continue

Set or rise

Posted by Hasmukh amathalal mehta on January 23, 2019 at 5:17am 0 Comments

Set or rise
Wednesday,23rd January 2019
 
Whether it is sunrise or sunset…
Continue

Reflect in verses

Posted by Hasmukh amathalal mehta on January 22, 2019 at 4:08pm 0 Comments

Reflect in verses

Tuesday,22nd January 2019

 …

Continue

Grant of place

Posted by Hasmukh amathalal mehta on January 22, 2019 at 3:53pm 0 Comments

Grant the place

Monday,21st January 2019

 

Nothing is done…

Continue

Where are poets!

Posted by Hasmukh amathalal mehta on January 15, 2019 at 3:19am 0 Comments

Where are poets! 

Monday,14th January 2019

 …

Continue

His language

Posted by Hasmukh amathalal mehta on January 15, 2019 at 3:13am 0 Comments

His language

Monday,14th January 2019

 …

Continue

Our basic concern

Posted by Hasmukh amathalal mehta on January 15, 2019 at 3:03am 0 Comments

Our basic concern

Monday,14th January

 …

Continue

Closeness to God

Posted by Hasmukh amathalal mehta on January 14, 2019 at 3:29am 0 Comments

Closeness to God

Sunday,13th January 2019

 …

Continue

© 2019   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service