નાટકો નું મુદ્રણ થવું જોઈએ?

તમે વાર્તા,નવલકથા અને કવિતાની જેમ નાટકો નું પુસ્તક ખરીદો ખરા?

ગયા મહીને સુરતમાં રંગભૂમિની આજ-કાલ અને નાટ્ય લેખન  વિષય પર એક સાહિત્યિક સંસ્થા દ્વારા કાર્યક્રમ યોજાય ગયો. જેમાં લેખનને બાદ કરતાં દરેક વિષયો ચર્ચાયા. અંતે નીસ્કર્ષમાં એવું તારણ આવ્યું કે નાટકોનું મુદ્રણ થવું જોઈએ, એ છાપવા જોઈએ, કાવ્ય-વાર્તાની જેમ વાંચવા જોઈએ અને અને તેની ચર્ચા પણ થાય એવો પ્રયત્ન થવો જોઈએ તો નવા નાટકો અને લેખકો મળશે અને નાટ્યલેખનમાં પણ પ્રગતિ થશે.

આ બાદ જે સંસ્થાએ આ કાર્યક્રમ યોજ્યો હતો તે એક પ્રકાશક સંસ્થા છે,એટલે મારે એમને મળવાનું થયું, મે અમસ્તું જ પૂછ્યું તમે જાતે જ નાટકોનું પુસ્તક પ્રકાશિત કેમ નથી કરતા? જવાબ: નાટકો નું પુસ્તક ખરીદે કોણ? અને ખરીદદાર ના હોય તો અમે છાપીએ શું કામ?

હવે તમે જ કહો, આવા કાર્યક્રમ નો શું મતલબ? અને આવું બધા જ વિચારશે તો નાટકો છપાશે કોણ? અને લેખકો જાતે જ છપાશે તો લેખકને શું મળશે? ત્યારે મને લાગ્યું કે કોઈએ  નાટકો લખવા જ ન જોઈએ. તમે શું કહો છો?

Views: 206

Replies to This Discussion

આ માટે નાત્યાપ્રેમી ઓ એ આગળ આવવાની જરૂર છે, નહીતો બે ટુચકા, બે ડુસકા અને ડબલ મિનીંગ ડાયલોગ્સ જ નાટકો ની ઓળખ થઇ જશે.

    મારું એવું માનવું છે કે જે સાહિત્યને ખરેખર નાટક કહી શકાય તેવું સાહિત્ય જ નાટકરૂપે પ્રકાશિત થવું જોઈએ. અને એ વાત પણ સાચી છે કે અન્ય સાહિત્ય સ્વરૂપોની સરખામણીમાં નાટ્ય સ્વરૂપ ઓછુ ખેડાય છે અને ઓછુ વંચાય છે.

     નાટક વાંચવાનુ સાહિત્ય નથી ભજવવાનુ સાહિત્ય છે, બે ટુચકા, બે ડુસકા અને ડબલ મિનીંગ ડાયલોગ્સ એ નાટકની ઓળખ નથી. પણ આધુનિક યુગની છડી પોકારતા નાટકો પ્રકાશિત થાય તે પણ જરૂરી છે. અંતે એક જ વાત કે જે યોગ્ય છે, તેનું જ પ્રકાશન અને અયોગ્યને જાકારો જ નાટય સ્વરૂપને વધુ ખીલવશે. પણ મુદ્રણ કર્યા વિના જ જો આપણે સારા નાટકની પ્રતિક્ષા કરીશું તો કંઈ જ હાથ નહી લાગે. 

  

સરસ વાત ને વિસ્તાર આપવો યોગ્ય જ છે. હું પોતે નાટકો વાંચવાનું પસંદ કરુ છું. પણ તે કનૈયાલાલ કે બીજા "યોગ્ય" લેખકો દ્વારા લખાયેલા હોવા જોઇએ. બે ટુચકા, બે ડુસકા અને ડબલ મિનીંગ ડાયલોગ્સ એ અત્યારનાં નાટકોની ઓળખ જેવા બની ગયા છે. જરુર છે નાટકો ને યોગ્ય વિસ્તાર આપનારની.....

    ભજવવાના પ્રત્યેક સાહિત્યમાં આવેલો કચરો કાળજું કોરી ખાવા માટે પુરતો છે, સાથે સાથે સાહિત્યને ભરખી જવા માટે પણ.

RSS

Blog Posts

કો’ક ભીના કેશ લૂછે છે પણે, રોમે રોમે હું અહીં ભીંજાઉં છું

Posted by Mira on July 12, 2014 at 11:14am 0 Comments

  બાવીસ વર્ષનો શેખર સ્નાન કરીને બાથરૂમમાંથી બહાર નીકળ્યો. સુદૃઢ, માંસલ પૌરુષી દેહ ઉપર માત્ર એક ધેરા ભૂરા રંગનો ટોવેલ જ વિંટાળેલો હતો. ભીના વાળમાં ‘બ્રશ’ ફેરવતો એ શયનખંડ વીંધીને ખૂલતી બાલ્કનીમાં આવ્યો, ત્યાં એની નજર સામેના ઘરની એવી જ બાલ્કનીમાં ઉભેલી શૈલી ઉપર પડી. એ પણ તાજી જ નાહીને આવેલી હતી. સધસ્નાતા, ચારુકેશી, ત્રણેય ભુવનને પોતાનાં રૂપથી ડોલાવે એવી સૌંદર્યમૂર્તિ. શિયાળુ તડકામાં ઉભા રહીને એના ખુલ્લા કેશને ટોવેલની મદદથી ઝાટકી રહેલી રૂપગર્વિષ્ઠા.શેખરનું દિલ એના કાબૂમાં ન રહ્યું. આમ તો વરસોથી…

Continue

મકરંદ દવે સાથે સાથે

Posted by Anil Joshi on August 3, 2016 at 2:30am 0 Comments

ઇન્ટર આર્ટસમાં હું ગુજરાતીના વિષયમાં નાપાસ થઈને ગોંડલ આવી ગયો.હતો. ગુજરાતીના પેપરમાં મને માત્ર દસ માર્ક મળ્યા હતા.ગોંડલ આવ્યો ત્યારે મન હતાશાથી ભર્યું હતું એટલે હું બહુ આધ્યાત્મિક બની ગયો હતો. સંસાર સાવ અસાર લાગતો હતો. લેકિન અબ કહા જાયે હમ ? મકરંદ દવેના ફળિયા સિવાય મને કોણ સંઘરે ? હું આખો દિવસ મકરંદના ઘેર પડ્યો રહેતો હતો. મકરંદના ફળિયે રોજ સાંજે અમે…

Continue

લાગણીઓ દાયકાઓ સુધી જીવતી રહે છે , મખમલી આવાજ યુગો સુધી ગુજતી રહે છે .   તારાઓ આકાશમાં છે એટલા યાદ આવો , રાતે તો દરરોજ ત્યાં બારાત સજતી રહે છે .   મૌસમો બદલાય ઢળતી સાંજે ત્યાં તો સખી ના ,             …

Posted by DARSHITA BABUBHAI SHAH on August 31, 2015 at 9:41am 0 Comments

લાગણીઓ દાયકાઓ સુધી જીવતી રહે છે ,

મખમલી આવાજ યુગો સુધી ગુજતી રહે છે .

 

તારાઓ આકાશમાં છે એટલા યાદ આવો ,

રાતે તો દરરોજ ત્યાં બારાત સજતી રહે છે .

 

મૌસમો બદલાય ઢળતી સાંજે ત્યાં તો સખી ના ,                        

હૈયામાં ઊર્મિઓની હંમેશા ભરતી રહે છે ,

૨૯-૪-૨૦૧૨   

Continue

મને પાનખરની બીક ના બતાવો

Posted by Anil Joshi on July 15, 2016 at 3:00am 1 Comment

ઘણા વર્ષ પહેલા મારું અતિ લોકપ્રિય ગીત " મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી , મને પાનખરની બીક ના બતાવો " મેં લખ્યું ત્યારે એના સહુથી પહેલા શ્રોતા ભાઈ હતા .ગોંડલમાં એક સાંજે હું કાગળ ઉપર લખેલું એ ગીત લઈને ભાઈ પાસે ગયો . સાંજનો સમય હતો .ભાઈ બહારની પરશાળમાં સુતા હતા . હું એમની પાસે જઈને બેઠો .ભાઈ કહે : " કવિતા લખાય છે ને ? " સંભળાવ " મેં ભાઈ ને આ ગીત…

Continue

kahevato....

Posted by Dolly on December 25, 2013 at 4:55pm 2 Comments

કહેવત ભંડાર

કહેવતો અને રૂઢિ પ્રયોગ એટલે ભાષા લાઘવનો શ્રેષ્ઠ નમુનો. જે વાત સમજાવતાં જીભના કુચા વળી જાય તે વાતને થોડાં શબ્દોમાં વધુ સચોટ રીતે ગળે ઉતારવાનું કામ કહેવતો અને રૂઢિ પ્રયોગ કરી શકે. અત્રે જમા કરવામાં આવેલો કહેવતો, રૂઢિ પ્રયોગો અને તળપદા શબ્દોનો ભંડાર જાણવા ને માણવા જેવો છેઃ

અક્કરમીનો પડીઓ કાંણો

અક્કલ ઉધાર ન મળે

અક્કલનો ઓથમીર મંગાવી ભાજી તો લાવ્યો કોથમીર

અચ્છોવાના કરવાં

અજાણ્યા પાણીમાં ઊતરવું નહિ

અજાણ્યો અને આંધળો બેઉ… Continue

પેલ્લા વરસાદનો છાંટો મુને વાગિયો હું પાટો બંધાવાને હાલી રે

Posted by Anil Joshi on July 3, 2016 at 3:37am 1 Comment

મારું આ ગીત ચંદ્રકાંત બક્ષીની વિખ્યાત નવલકથા " પેરેલિસિસ" પરથી ટેલિવિઝન ફિલ્મ બની હતી એમાં આરતી મુકરજીએ ગાયું હતું ઉદય મજમુદારનું અદભૂત સ્વરનિયોજન આજે પણ એટલું જ તાજું લાગે છે.ચંદ્રકાંત બક્ષીનો આગ્રહ હતો જે આ ટેલિફિલ્મના બધા જ ગીતો મારે જ લખવા આ ગીત સુજાતા મહેતા ઉપર ચિત્રાંકિત થયું હતું મુખ્ય ભૂમિકામાં ઉપેન્દ્ર…

Continue

ફક્ત બે'જ કારણ છે ....એક તો તમે મને "સારા" લાગો છો ,બીજું એ કે તમે મને "મારા" પણ લાગો છો .. !!-સહજબીજા બે કારણ મારી પાસે છે ...એક તો તમે અમને " પ્યારા " લાગો છો ,બીજું, મારા હૃદય આંગણ ના તુલસી ના " ક…

Posted by Geeta doshi on May 3, 2013 at 12:13pm 1 Comment

ફક્ત બે'જ કારણ છે ....
એક તો તમે મને "સારા" લાગો છો ,
બીજું એ કે તમે મને "મારા" પણ લાગો છો .. !!
-સહજ

બીજા બે કારણ મારી પાસે છે ...

એક તો તમે અમને " પ્યારા " લાગો છો ,
બીજું, મારા હૃદય આંગણ ના
તુલસી ના " ક્યારા " લાગો છો ..

ગીતા

Continue

Book Ooty Tour Packages from http://www.indiatravelpoints.com

Posted by DevRaj on June 6, 2014 at 4:40am 0 Comments

Ltc tour europe  your own  gorgeousness  as well as  tranquility  regarding  honey moon  in  india  utilizing your  loved  individual   inside   an  unique style  inside  honeymoon tours india. Honeymoon tours  throughout  india takes care  involving   almost all   your  travel  needs   thus   it   your  concentration  is   on   obtaining  fun;  make application for a  life  time  experience  of any  honeymoon  within  india  and  mark  your current  honeymoon  that has a  golden ink. …

Continue

© 2020   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service