Bhavesh Bhatt

નામ: ભાવેશ ભટ્ટ

જન્મ: ૧૨ જાન્યુઆરી

વતન: અમદાવાદ

કાર્ય-સ્થળ: અમદાવાદ

તમારી સાહિત્ય સફર તથા આપના પ્રકાશિત કાવ્યસંગ્રહ વિશે જણાવશો.

-પુરસ્કાર:

સમન્વય અને ગુજરાત સમાચાર ધ્વારા અપાતો 'રાવજી પટેલ પુરસ્કાર ૨૦૧૪'

  આઈ એન ટી (ભારતીય નેશનલ થીયેટર મુંબઈ ) ધ્વારા અપાતો 'શયદા પુરસ્કાર ૨૦૧૪' ભારતીય ભાષા પરિષદ કલકત્તા ધ્વારા અપાતો 'યુવા પુરસ્કાર ૨૦૧૪'  

-સાહિત્ય સફર ૨૦૦૩ થી આજ સુધી

ત્રણ ગઝલ સંગ્રહ

'છે તો છે ' ગઝલ સંગ્રહ ૨૦૦૮

'વીસ પંચા ' ગઝલ સંગ્રહ ૨૦૦૯ (અન્ય ૪ કવિ સાથે સહિયારો ગઝલ સંગ્રહ )

'ભીતરનો શંખનાદ' ગઝલ સંગ્રહ ૨૦૧૪

 

શું રચના ફક્ત બંધારણમાં રહીને લખી શકાય? છંદ એટલો અનિવાર્ય કે ભાવ ને અવગણી ફક્ત છંદ પર રચના લખાવી જોઈએ?

-  છંદ અને ભાવ સિક્કાની જેમ કવિતાની બે બાજુ છે, જેમ એક બાજુ ન હોવાથી સિક્કો ખોટો સાબિત થાય છે એવું જ કવિતામાં થાય છે. અથવાતો છંદ અને ભાવ એ આત્મા અને શરીર જેવા છે.

મિત્રો અને એમની સાથેનું સગપણ આપના જીવનમાં કેવું સ્થાન ધરાવે છે?

- મિત્રોનું સ્થાન મારા જીવનમાં બહું મહત્વનું છે. એમણે હંમેશા મને કશુંક આપ્યું જ છે, પછી એ આપેલું મારા દ્રષ્ટિકોણ થી સોગાત હોય કે આઘાત એ જુદી વાત છે પણ મિત્રો હંમેશા દાતારની ભૂમિકામાં જ રહ્યા છે

કોઈ એવી વ્યક્તિ જે હંમેશા આપના ચહેરા પર સ્મિત પાથરી દે છે .....

- ચેહરા પર સ્મિત પાથરી દેતી વ્યક્તિનો પરિચય સાવ ટૂંકો ટચ છે એનો ઉલ્લેખ ત્રણ જ અક્ષરમાં થઇ જાય છે 'દીકરી' (મારી ૬ વરસની દીકરી પંક્તિ)

સ્ત્રીઓના સાહિત્યિક યોગદાનનું આજનાં યુગમાં શું મહત્વ છે?

- સ્ત્રી હોય કે પુરુષ બંનેનું દરેક યુગમાં સાહિત્યિક યોગદાન તો મહત્વપૂર્ણ હોય જ પણ આજના યુગમાં સ્ત્રીઓનું સાહિત્યિક યોગદાન પ્રમાણમાં ખૂબ જ ઓછું છે એવું કેમ છે એના કારણોમાં આપણે નથી જતા પણ એટલું નક્કી છે સ્ત્રીઓનું સાહિત્યિક યોગદાન વિપુલ પ્રમાણમાં થાય એવો સમય બહું જલ્દી આવશે.

આપના વાંચન અને લખાણ પર કયા લેખક/કવિની ઊંડી અસર વર્તાય છે?

- મારા વાચનમાં ગઝલ મુખ્ય રહી છે અને ઉર્દૂ-ગુજરાતીમાંથી ઘણાં કવિઓ મારા પ્રિય છે, અને કોઈના પણ લખાણમાં જો અન્ય કોઈની અસર શોધો તો એ શોધના અંતે એ અસર પરમ તત્વની જ નીકળે છે કેમ કે એની અસર,સ્ફૂરણા,મરજી,અને આશિષથી જ શબ્દ અવતરતો હોય છે.

આજનાં ટેકનોલોજીકલ જમાનામાં પુસ્તક વાંચન પર શું અસર.........   

- આજના ટેકનોલોજીકલ જમાનામાં પુસ્તક વાંચવાની ફક્ત રીત થોડી બદલાઈ છે, પહેલા પુસ્તક વાંચવા માટે પુસ્તકની કોપી મેળવીને વાંચવા બેસવું પડતું હતું આજે પુસ્તક મોબાઈલ ફોન , કોમ્પુટર,ટેબ્લેટ વગેરે પ્રસાધનોમાં પણ ઉપલબ્ધ થઇ ગયા છે. એમાં અમુક લોકો પુસ્તક હાથમાં લીધા વગર અન્ય પ્રસાધનોથી વાંચવામાં છોછ અનુભવે છે અથવા એને કુત્રિમ સમજે છે, જે મને યોગ્ય નથી લાગતું કોઈ પણ માધ્યમથી સાહિત્ય વાંચવું એ જ ઉત્તમ અને મહત્વનું છે.

 માતૃભાષા પછી કોઈ બીજી એક ભાષા શીખવાની તક મળે તો કઈ ભાષા શીખો?

- માતૃભાષા પછી બીજી કોઈ ભાષા શીખવાની જો તક મળે તો હું ઉર્દુ ભાષાને પસંદ કરીશ.

 કોઈ એવી તક જતી કરવી પડી જેનું દુ: હજુ પણ હોય

- કોઈ પણ તક જો જતી કરવી પડી હોય તો સ્વાભાવિક રીતે એ જતી કરવા પાછળ તમારી કોઈ લાચારી જ કારણભૂત રહેલી હોય છે. એટલે વિતેલી લાચારીઓને યાદ કરવા કરતા આવનારી તકને ઝડપવામાં કોઈ અડચણ ના આવે એવો પ્રયત્ન કરવો જોઈએ.

 અત્યારે સાહિત્યક્ષેત્રે ઝંપલાવી રહેલા યુવાવર્ગને શું સંદેશો આપશો?   

- અત્યારે સાહિત્ય ક્ષેત્રમાં ઝંપલાવી રહેલા યુવા વર્ગ સાથે મારો એક જ અનુભવ શેર કરવો છે કે તમે જે સાહિત્ય પ્રકારમાં કામ કરવા માંગો છો એનું સ્વરૂપ,બંધારણ અને બીજા તમામ પાસાની જાણકારી મેળવી લો અને પછી એમાં ખંતથી કામ કાર્ય કરો કોઈ અપેક્ષાને તમારી પર હાવી ન થવા દેશો તમને તમારા કાર્યનું ફળ 'કોઈએ'નક્કી કરેલા સમયાનુસાર મળશે જ...

 Interview taken by : Niketa Vyas

Comment

You need to be a member of Facestorys.com to add comments!

Join Facestorys.com

Comment by shirish o shah on June 6, 2016 at 1:00pm

પીળા  પચરક  કાગળ તારા  કેમ  કરીને ફાડું

ભીની  ભીની  યાદો  તારી રોજ-રોજ   સંભાળુ

 

અક્ષર તારા જોઈ  જોઇને સ્મરણ તમારું રહેતું   

સદા અમારા  હૈયામાં  એ  પાથરતા અજવાળું

 

ઝાંખા ઝાંખા અક્ષર તોયે   યાદ  બધુયે  આવે

કાગળમાં તો સદા અમોને  લાગે નવું  નિરાળું

 

છોને  જુના ભલે  થયા એ  જાણીતા બહુ લાગે             

અગમ નિગમની વાતો એમાં રોજ રોજ નિહાળું

 

 કાગળમાં તો વાદળ ગરજે , વરસે છે વરસાદ         

 ભર  ઉનાળે ઠંડક   આપે,   શિયાળે    હુફાડું    

 

આનંદ ઉરમાં ભરી  ભરીને રોજ રોજ  હું વાંચું

રાજ વગરનું સદાને માટે  મળી  ગયું  રજવાડું

 

----------શિરીષ ઓ. શાહ , જંબુસર ---------

 

 

 

 

                                                         

 

 

 

 

Comment by shirish o shah on June 6, 2016 at 12:59pm

ભાવેશભાઈ ને તાજેતરમાં જ વડોદરામાં સાંભળ્યા.સમગ્ર પ્રજાને તમને ખુશ ખુશાલ કરી દીધા.તેમની ગઝલની રજૂઆત પૂરી થયા પછી પણ સતત તાળીઓના ગડગડાટ ચાલુ રહયા.મારાં તરફથી હાર્દિક અભિનંદન.

શિરીષભાઈ વકીલ, વડોદરા 

Blog Posts

I am C.E.O.

Posted by Hasmukh amathalal mehta on March 20, 2019 at 3:20am 0 Comments

I am C.E.O

Wednesday,20th March 2019

 

I am a saintly figure

and chief advisor

C.E.O and founder

and defender of literature

 

does that look funny?

no, it has been proved already

no one can raise head!

or with dissent say a word

 

You have to fall in…

Continue

Sink with

Posted by Hasmukh amathalal mehta on March 20, 2019 at 3:13am 0 Comments

 

Sink with

Wednesday,20th March 2019

 …

Continue

Sentry on guard

Posted by Hasmukh amathalal mehta on March 20, 2019 at 3:09am 0 Comments

Sentry on guard

Sunday,17th March 2019

 

How come sentry can…

Continue

Withdraw

Posted by Hasmukh amathalal mehta on March 18, 2019 at 4:40pm 0 Comments

Withdraw

Sunday,17th March 2019

 …

Continue

Bow my head

Posted by Hasmukh amathalal mehta on March 18, 2019 at 4:34pm 0 Comments

Bow my head

Monday,18th March 2019

 …

Continue

Poetry is rare gift

Posted by Hasmukh amathalal mehta on March 18, 2019 at 4:27pm 0 Comments

Poetry is a gift

Monday,18th March 2019

 

Poetry is God sent a gift

it can make a suitable shift

it creates no rift

but lifts the morale of all those who read…

Continue

No, you are out

Posted by Hasmukh amathalal mehta on March 17, 2019 at 5:54am 0 Comments

Sunday, March 17, 2019

6:48 AM

No, you are out…

Continue

Why do I write?

Posted by Hasmukh amathalal mehta on March 17, 2019 at 5:49am 0 Comments

 

Why do I write?

Sunday,17th March 2019

 …

Continue

Listen to your own

Posted by Hasmukh amathalal mehta on March 17, 2019 at 5:45am 0 Comments

Listen to your own

Sunday,17th March 2019

 …

Continue

Love and gesture

Posted by Hasmukh amathalal mehta on March 16, 2019 at 6:37am 0 Comments

 

Love and gesture

Saturday,16th March 2019

 …

Continue

© 2019   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service