Anil Chavda

 

નામઃ અનિલ ચાવડા

જન્મદિવસઃ 15 મે, 1985

મૂળ વતનઃ કારેલા (તા. લખતર, જિ. સુરેન્દ્રનગર.)

કાર્યસ્થળ: અમદાવાદ 

મળેલ પુરસ્કારઃ ગુજરાત સરકાર દ્વારા યુવાગૌરવ પુરસ્કાર 2010

INT (ઇન્ડિયન નેશનલ થિયેટર – મુંબઈ) દ્વારા શયદા એવોર્ડ 2010-11

દિલ્લી સાહિત્ય અકાદમી દ્વારા યુવાગૌરવ પુરસ્કાર 2014-12-12

ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા તખ્તસિંહ પરમાર પારિતોષિક 2012-13

મમતા વાર્તામાસિક દ્વારા યોજાતી વાર્તાસ્પર્ધામાં પ્રથમ પારિતોષિક

 1)  તમારી સર્જનાના મૂળમાં શું છે? કઈ વસ્તુએ તમને લખવા પ્રેર્યા?

કોઈ એક કારણ નથી, ઘણાં બધાં કારણ છે, લખવા પાછળનાં.

 2) પ્રથમ રચના ક્યારે લખી હતી અને કઈ ? તથા અત્યાર સુધીની પ્રકાશિત રચનાઓ ?

પ્રથમ રચના ક્યારે લખી હતી તે કંઈ ખાસ યાદ નથી, પણ સ્કૂલમાં હતો તે સમયમાં કદાચ લખેલી. પુસ્તકની દૃષ્ટિએ જોઈએ તો મારી પ્રથમ રચના ‘સવાર લઈને’ (કાવ્યસંગ્રહ) કહી શકાય. અત્યાર સુધી અન્ય રચનાઓમાં અનેક કવિતાઓ પ્રકાશિત થઈ છે, આ સિવાય થોડીઘણી વાર્તાઓ અને લેખો પણ ગણી શકાય.

 3) કવિતાનો વિચાર ક્યાંથી સ્ફુરે છે? તેની સર્જન-પ્રક્રિયા વિષે જણાવશો.

કવિતાના વિચાર સ્ફૂરવા માટે કોઈ કડી, કોઈ માર્ગ, કોઈ બારી કે કોઈ દિશા છે કે નહીં તે નથી ખબર. ક્યાંથી સ્ફુરે છે એ પણ નથી ખબર. મોટેભાગે (ખાસ તો મારા પક્ષે) વિચાર સ્ફુરવાની પ્રક્રિયાના પાયામાં કોઈ ચિંતન હોય છે, કોઈ ઘટના હોય છે, કોઈ આંતરિક સૂઝ હોય છે કે પછી કોઈ જૂનું સંવેદન હોય છે. જેને મારે પ્રસ્તુત કરવું જરૃરી છે એવું મને લાગે છે એટલે હું પ્રસ્તુત કરું છું. સર્જન-પ્રક્રિયાના પાયામાં પણ કંઈક આવું જ હોય છે. એક વિચારને આકાર આપવામાં ઘણી ગડમથલો થાય છે. ક્યારેક હાંફી જવાય છે. કોઈ નશામાં ડૂબેલી વ્યક્તિ કે જેની અડધી આંખ ખૂલી છે ને અડધી બંધ છે, અર્ધ જાગૃત છે ને અર્ધ તંદ્રામાં, આસપાસના સમગ્ર વાતાવરણને, વાતોને, ઘટનાઓને જુએ છે ને છતાં મન પેલા ચિંતનના નશામાં છે – આવેલા વિચારના નશામાં છે. કદાચ આવું કંઈક છે સર્જનપ્રક્રિયાના કારણોમાં. આ સિવાય ક્યારેક કોઈ ફરમાઈશથી પણ લખાતું હોય છે. ક્યારેક આવું કશું થતું નથી અને બસ સીધેસીધું જે વિચારને આકાર આપવો છે તે અપાઈ જાય છે, ક્યારેક અઢળક મહેનત પછી પણ કશું ઉપજતું નથી. આ સિવાય પણ બીજાં કારણ હોઈ શકે. જોકે વ્યક્તિએ વ્યક્તિએ આ કારણો અલગ અલગ હોઈ શકે. હોવાં પણ જોઈએ.

 4)  કવિતા કે કોઈ પણ લેખન માટે શું એક નિશ્ચિંત માહોલ જરૂરી છે?

વાતાવરણ ઘણું ઉપયોગી થઈ પડતું હોય છે કોઈ પણ સર્જન માટે એવું મને લાગે છે. છતાં ક્યારેક સર્જનનો ફોર્સ વાતાવરણને અવગણીને પણ તમારી પાસે આવી જતો હોય છે. ત્યારે કદાચ જે તે સર્જકનું તેના સર્જન પ્રત્યેનું ધ્યાન કેટલું તીવ્ર છે તે જરૃરી છે.

5)  એક નવા સર્જક તરીકે સાહિત્યક્ષેત્રે સંઘર્ષ ?

કંઈ ખાસ નહીં.

 6)  સોશિયલ-મીડિયાના સાહિત્ય પરના પ્રભાવ વિષે?

સોશિયલ-મીડિયાનો ઘણો પ્રભાવ પડ્યો છે. તેના લીધે ઘણાં હકારાત્મક પરિણામો પણ સામે આવ્યાં છે અને નકારાત્મક પણ. હકારાત્મક એ રીતે કે ઘણું બધું એવું સાહિત્ય અને સાહિત્યકારો કે જેના સુધી પહોંચવામાં લોકોને અનેક સમસ્યાઓ પડતી હતી તે સરળ થઈ. સોશિયલ મીડિયા દ્વારા લોકો સીધા જ જે તે લેખક અને કવિતા સાથે વાત કરતા થઈ ગયા. વળી, દરરોજ અનેક કવિતાઓ, વાર્તા અને અન્ય સર્જનો સોશિયલ મીડિયા દ્વારા રેગ્યુલર મળતાં થયાં. રસ ધરાવતાં વ્યક્તિઓ તેની સીધી અને પ્રત્યક્ષ ચર્ચા કરતા થયા. સાહિત્યિક કાર્યક્રમો અને સમારંભોની માહિતી ઝડપથી મળતી થઈ વગેરે... વગેરે... વિપરિત પાસું એ આવ્યું કે એના લીધે ઘણું બધું નબળું સાહિત્ય પર પૂરપાટ ઝડપે લોકો સુધી પહોંચવા લાગ્યું છે. સાહિત્યિકતાનું અવમૂલ્યન કરીને કે સાહિત્યિકતાને બાજુ પર મૂકીને કે સાહિત્યિકતાની સમજના અભાવે થતું અનેકગણું સર્જન પણ લોકો સમક્ષ સીધું મૂકાવા લાગ્યું, જે ખરેખર સોશિયલ મીડિયાનું બહુ મોટું નકારાત્મક પાસું કહી શકાય. પણ તે તો રહેવાનું છે. સારા ભાવકો અને ઉત્તમ સાહિત્યરસિકો આ તીડના ટોળામાંથી પોતાને ગમતાં પતંગિયાં જ પસંદ કરશે એ પણ એટલી જ સાચી વાત છે.

 7) મજાની ક્ષણ ?

ગણવા બેસું તો ઘણી બધી છે અને પકડવા જાઉં તો એક પણ નહીં.

 8)  હાલમાં શું લખો છો? કંઇ નવું લખવાનું આયોજન છે?

હાલમાં તો આપે ઇન્ટરવ્યૂ માટેની પ્રશ્નોત્તરી પકડાવી દીધી છે એ લખી રહ્યો છું.

 9)  સાહિત્યક્ષેત્રે પ્રવેશી રહેલા નવોદિતોને શું કહેશો?

હું પોતે જ નવોદિત છું એટલે વિશેષ તો શું કહી શકું, પણ ઇતિહાસ એવું કહે છે કે દરેક યુગના નવોદિતો જૂનોદિતો કરતા કંઈક વિશેષ કરતા હોય છે, આ વાતને સાચી ઠેરવો એટલું જ કહીશ. 

Interview taken by Karnavi Shah 

Comment

You need to be a member of Facestorys.com to add comments!

Join Facestorys.com

Comment by Sagar Dayalal Gabani on June 23, 2016 at 8:59am

શ્વાસને ઈસ્ત્રી કરી મે સાચવી રાખ્યા હતા,

ક્યાંક અણધાર્યા પ્રસંગે જો જવાનુ થાય તો.

Blog Posts

सुख का भागी

Posted by Hasmukh amathalal mehta on August 20, 2018 at 4:24pm 0 Comments

सुख का भागी

सोमवार, २० अगस्त २०१८

 

नगर हो या शहर

प्रेम का प्रस्रा हुआ है जहर

कोई नहीं है माहिर प्रेम का

बस रोग है एक जोम का।

 

खोने का मतलब रोना नहीं

पाने का मतलब हंसना नहीं

प्रेम बस प्रेम ही है

मिल जाएतो कुशलक्षेम ही…

Continue

Honey tests

Posted by Hasmukh amathalal mehta on August 20, 2018 at 8:26am 0 Comments

Honey tests 

Monday.20th August 2018

If honey tests sweet

the love shall greet

with sweetness 

and smile on the face

it is one of the best

that is not put to the…

Continue

Perfect or imperfect

Posted by Hasmukh amathalal mehta on August 20, 2018 at 8:14am 0 Comments

Perfect or imperfect

Monday, August 20, 2018

10:33…

Continue

Emotions

Posted by Hasmukh amathalal mehta on August 20, 2018 at 8:00am 0 Comments

 

 

EmotionsEmotions

Monday,20th August 2018



Emotions rush

and flush the memory out

with the…

Continue

Under the magic spell

Posted by Hasmukh amathalal mehta on August 17, 2018 at 4:08pm 0 Comments

Under the magic spell 

Friday,17th August 2018

 …

Continue

Struggle hard

Posted by Hasmukh amathalal mehta on August 17, 2018 at 3:47pm 0 Comments

Struggle hard
Friday,17th August 2018
 
It is always…
Continue

Woman's part

Posted by Hasmukh amathalal mehta on August 17, 2018 at 3:23pm 0 Comments

Woman's part…

Continue

मुस्कुराहट

Posted by Hasmukh amathalal mehta on August 16, 2018 at 3:22am 0 Comments

मुस्कुराहट

 

गुरूवार ,१६ अगस्त २०१८

 

मुस्कुराते रहिए

और अपने दिल से कहिए

बहुत कर लिए अत्याचार

अब तो ना करो विचार।

 

गम के लिए हम अकेले नहीं

साथ में आनेवाला कोई नहीं

हंसने के लिए कोई पैसा नहीं

मन में बैठ जाएतो इसके जैसा कोई सुख…

Continue

No questions in

Posted by Hasmukh amathalal mehta on August 16, 2018 at 1:51am 0 Comments

No questions
 
Thursday, 16th August 2018
 …
Continue

We promise as the nation

Posted by Hasmukh amathalal mehta on August 15, 2018 at 1:28am 0 Comments

We promise as the nation

Wednesday, 15th August 2018

 

We rejoice

and keep alive the promises

we care for our independence

and give full chance

 

Today is the time to take the pledge

to show the clear edge

in the field of poverty

and…

Continue

© 2018   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service