સરલા સુતરિયા

૧) આપ સંક્ષિપ્તમાં આપનું નામ, જન્મદિવસ, મૂળ વતન, કાર્યસ્થળ અને આપે મેળવેલ ઉપાધિ જણાવશો.

નામ : સરલા સુતરિયા “સરલ”

જન્મ તારીખ: ૨૦ / ૦૫ / ૧૯૫૩ / 

મૂળ વતન: રાજકોટ
કાર્ય સ્થળ: વડોદરા
અભ્યાસ : Art Graduate B.A



૨) સાહિત્ય ક્ષેત્રે કઇ રીતે પ્રવેશ્યા ?
બચપણથી જ વાંચવાનો ખુબ જ શોખ. શાળાએથી ઘરે આવ્યા પછી વાંચતી જ રહેતી. હજું પણ એટલું જ વાંચું છું.  જાણે કે વાંચન મારો ખોરાક …. અને લખવાની શરૂઆત ….. આમ તો ક્યારેક ક્યારેક લખતી હતી. પણ ફેસબૂક પર આવ્યા પછી ઘણું લખતી થઇ… કવિતા, ગઝલ, ગીત, વાર્તા એમ ધીરે ધીરે બધુ લખતી થઇ… ફેસબૂક પર એટલી બધી સાહિત્યિક પ્રવૃતિઓ ચાલે છે કે સાહિત્ય રસિક વ્યક્તિ લખ્યા વગર રહી જ ના શકે.

3) પ્રથમ રચના કયા સંજોગોમાં રચાઈ અને કઈ ? તમારી અત્યાર સુધીની પ્રકશિત કૃતિઓનાં નામ આપશો.

પ્રથમ રચના વડોદરામાં હુલ્લડ થયાં હતાં ત્યારે આપોઆપ જ ઉદભવી હતી. જેના શબ્દો છે ;
“ ભુલી પડી છું હું મારા શ્હેરમાં”

7માં ધોરણમાં હતી ત્યારે મારો એક લેખ '' રંગતરંગ '' મેગેજિનમાં છપાયો હતો. જેમાં ચકલીઓ અને ઉપરાઉપર બનાવેલા માળા વિષે વાત હતી.

8માં ધોરણમાં હતી ત્યારે'' યુવા મહોત્સવ '' અંતર્ગત નિબંધ સ્પર્ધામાં આખા પોરબંદર તાલુકાની બધી શાળાઓમાં પહેલો નંબર મળ્યો હતો.
 વિષય હતો :   '' દારૂબંધી, હા કે ના  ''

“ઝાકળના પગલાં” ગઝલ સંગ્રહમાં મારી છ કવિતાઓ છપાઇ છે.
“ઝણકાર કલાકેન્દ્ર” દ્વારા પ્રકાશિત “ જાહ્નવી સ્મૃતિ ગૌરવ” પુસ્તકમાં મારી ત્રણ કવિતા છપાઇ છે.

ફેસબૂક પર……. જુદા જુદા લેખકો દ્વારા એક જ વાર્તાને લઇ ચાલતી “કથાકડી”માં ૩૭મો હપ્તો મેં લખ્યો છે. કોઇ મેગેઝિનમાં છપાવવા માટે મેં કઇ સાહિત્ય મોકલ્યું નથી…

૪) કવિતાનો વિચાર ક્યાંથી સ્ફુરે છે? તેની સર્જન-પ્રક્રિયા વિષે માહિતી આપશો.

કવિતાનો વિચાર અણધાર્યો જ સ્ફુરે …. મનને અપીલ કરે એવું ક્યાંક કશું વાંચ્યું હોય, કોઇ દ્રશ્ય જોયું હોય, અને અચાનક જ શબ્દોનો પ્રવાહ વહી નીકળે. જો તરત જ લખી ન લઉં તો એ વહેણ વ્યર્થ જાય. એટલે પેન અને ડાયરી સાથે જ રાખું. ઘણી વાર રાતે સુતાં સુતાં જ વિચારોની ભાવાત્મક સરવાણી વહી નીકળે તો મોબાઇલમાં જ સીધું લખી લેવું પડે. અન્યથા કડીઓ બધી વેરાઇ જાય.

૫) તમે વાર્તાલેખન અને કવિતા-લેખન બંને ક્ષેત્રમાં કાર્યરત છો. તો બંને વચ્ચે સુમેળ કઇ રીતે રચાય છે ? બંનેમાંથી શું સહેલું છે ?

સહેલું તો એક પણ નથી. છંદોબદ્ધ ગઝલ લખવા માટે ઘણું મનોમંથન થતું હોય છે. હા અછાંદસ કે કવિતા કે ગીત રચાતા વાર નથી લાગતી પણ પરફેક્ટ ગઝલ લખવા માટે મનને એકાગ્ર રાખવું પડે. છતાંય કવિતા લેખન મારા માટે સરળ છે.
 હા વાર્તા લખવા માટે મૂડ બનાવવો પડે છે. ઘટનાનો ચિતાર વ્યવસ્થિત પણે વહે એ માટે ખુબ વિચારવું પડે… જોકે એકવાર કલમ ચાલવા લાગે પછી ઝાઝું વિચારવું નથી પડતું. સડસડાટ કલમ ચાલતી રહે….
કવિતા લેખન અને વાર્તાલેખન વચ્ચે સુમેળ ;
આમ જુઓ તો વિચારોના વહેતા પ્રવાહને નિર્ધારિત ક્ષેત્રમાં યોગ્ય મર્યાદામાં બાંધી વહેવા દેવાના…. કવિતા લખતી વખતે મનમાં નક્કિ જ હોય કે, પ્રાસ મેળવવાના છે. રદ્દીફ કાફિયા લેવાના છે. કવિતામાં રવાની એટલે કે એક લય જાળવવાનો છે. આ બધા ખ્યાલ સાથે કવિતા લખાતી હોય છે.
જ્યારે વાર્તા લખતી વખતે એના પાત્રો, નામ, ઘટતી ઘટનાઓ, બધી ઘટનાઓ વચ્ચે સંતુલન, વાતાવરણ, ગ્રામ્ય પરિવેશ કે શહેરી ? શબ્દોની મર્યાદા, વગેરે પરીબળોને ધ્યાનમાં રાખવા પડે.

૬)  કવિતા કે કોઈ પણ લેખન માટે શું એક નિશ્ચિંત માહોલ જરૂરી છે.?

મારા માટે કહું તો હું ટીવીના શોર વચ્ચે ય કવિતા લખતી હોઉં છુ. બસમાં કે કારમાં કે ટ્રેનમાં મુસાફરી દરમિયાન પણ મેં ગીત, કવિતા અને ગઝલો લખી છે. એક વાર મન લખવામાં પ્રવૃત થઇ જાય પછી કોઇ અવાજ નડતો નથી.

૭) સોશિયલ મીડિયાને સાહિત્યના પ્રચારક તરીકે જુઓ છો કે ઘાતક તરીકે ?
સોશિયલ મીડિયાનો લોકો કેવી રીતે ઉપયોગ કરે છે એના પર બધો આધાર છે. જો આપણે સીધી રીતે સાહિત્ય સર્જન માટે એનો ઉપયોગ કરીએ તો સાહિત્ય સર્જાય છે ને ખોટી રીતે ઉપયોગ કરીએ તો ઘાતક પણ નિવડી શકે છે. મેં એક વાર્તા પણ લખી છે સોશિયલ મીડિયાના ગેર ઉપયોગ પર…
મારા મતે તો સોશિયલ મીડિયા સાહિત્યનું પ્રચારક જ છે.

૮) મજાની પળ ?
જ્યારે મારાથી સરસ ગઝલ કે ગીત લખાય જાય તે પળે દિલોદિમાગ તરબતર થઇ જાય મારા…

9)  તમારો સૌથી મોટો ગુણ કયો? અને અવગુણ કયો ?

ગુણ અવગુણ શોધવા અઘરા હો!
ગુણ કહો તો ;
કોઇ પણ પરિસ્થિતિને હું હકારાત્મક વલણથી જ મુલવું.
ને અવગુણ ….. એકની એક વાત વારંવાર રીપિટ કરવી પડે એ જરાય ન ગમે ને ગુસ્સો આવે.

૧૦) સાહિત્યક્ષેત્રની કઈ બાબત જે બદલવા ઈચ્છશો?

મને સાહિત્યમાં ચાલતાં રાજકારણની કોઇ ખબર નથી. એટલે શું કહું કે શું બદલાવ આવવો જોઇએ?

Interview By : Karnavi Shah

Comment

You need to be a member of Facestorys.com to add comments!

Join Facestorys.com

Blog Posts

I am C.E.O.

Posted by Hasmukh amathalal mehta on March 20, 2019 at 3:20am 0 Comments

I am C.E.O

Wednesday,20th March 2019

 

I am a saintly figure

and chief advisor

C.E.O and founder

and defender of literature

 

does that look funny?

no, it has been proved already

no one can raise head!

or with dissent say a word

 

You have to fall in…

Continue

Sink with

Posted by Hasmukh amathalal mehta on March 20, 2019 at 3:13am 0 Comments

 

Sink with

Wednesday,20th March 2019

 …

Continue

Sentry on guard

Posted by Hasmukh amathalal mehta on March 20, 2019 at 3:09am 0 Comments

Sentry on guard

Sunday,17th March 2019

 

How come sentry can…

Continue

Withdraw

Posted by Hasmukh amathalal mehta on March 18, 2019 at 4:40pm 0 Comments

Withdraw

Sunday,17th March 2019

 …

Continue

Bow my head

Posted by Hasmukh amathalal mehta on March 18, 2019 at 4:34pm 0 Comments

Bow my head

Monday,18th March 2019

 …

Continue

Poetry is rare gift

Posted by Hasmukh amathalal mehta on March 18, 2019 at 4:27pm 0 Comments

Poetry is a gift

Monday,18th March 2019

 

Poetry is God sent a gift

it can make a suitable shift

it creates no rift

but lifts the morale of all those who read…

Continue

No, you are out

Posted by Hasmukh amathalal mehta on March 17, 2019 at 5:54am 0 Comments

Sunday, March 17, 2019

6:48 AM

No, you are out…

Continue

Why do I write?

Posted by Hasmukh amathalal mehta on March 17, 2019 at 5:49am 0 Comments

 

Why do I write?

Sunday,17th March 2019

 …

Continue

Listen to your own

Posted by Hasmukh amathalal mehta on March 17, 2019 at 5:45am 0 Comments

Listen to your own

Sunday,17th March 2019

 …

Continue

Love and gesture

Posted by Hasmukh amathalal mehta on March 16, 2019 at 6:37am 0 Comments

 

Love and gesture

Saturday,16th March 2019

 …

Continue

© 2019   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service