Makarand Musale

1.આપ સાહિત્યને કેવી રીતે મૂલવો છો?

સાહિત્યમાં સર્જક પોતાની જટિલ અનુભૂતિ કે વિચારોનું નિકટતમ દર્શન શબ્દ દ્વારા વાચકને કરાવે છે. સરળ ભાષામાં કહીએ તો કવિ કે લેખકને લાભેલી અનુભૂતિ કે વિચારો ‘જે છે’ અને ‘જેવાં છે’ તેની લગોલગ પહોંચી અન્યને તેનું દર્શન કરાવવાની મથામણ એ સાહિત્ય છે. એક જ પ્રકારનું બીબાંઢાળ લેખન વિવિધ પ્રકારની અનુભૂતિ કે સંવેદનને અભિવ્યક્ત કરવામાં નિષ્ફળ નીવડે છે. જે તે અનુભૂતિના સ્વાભાવિક અને સચોટ પ્રગટીકરણ માટે સર્જક કવિતા, નવલકથા, વાર્તા, નાટક કે અન્ય માધ્યમ કે માર્ગ પસંદ કરતો હોય છે. જે સર્જકની પાસે જેટલાં વધુ માધ્યમો (સાધનો) હોય તેટલું તેનું સાહિત્ય વિવિધતાસભર અને લચીલું હોવાની શક્યતા વધી જાય છે.

2. એક કવિ કે લેખકની મૂળભૂત જવાબદારી શું હોય છે?

પ્રામાણિકતા એ સાહિત્યના પાયામાં પડેલું પ્રાણતત્વ છે. વૈચારિક પ્રમાણિકતા અને આત્માના અવાજથી કવિ કે લેખકે એના મિજાજને લેખનમાં પ્રતિબિમ્બિત કરવાનો હોય છે. વ્યક્તિગત અભિવ્યક્તિમાં નોખો ચીલો ચાતરનાર સાહસિક લેખક વાચકના મન પર લાંબા ગાળા સુધી પોતીકી છાપ ઉપસાવવામાં સફળ થાય છે. એક વસ્તુ યાદ રહે, સાહિત્યમાં દંભને કે દેખાડાને કોઈ અવકાશ નથી અને એ લાંબા ટકતાંય નથી. યુગો સુધી પોતાના શબ્દો દ્વારા લોક-હૃદયમાં સ્થાન પામનાર નરસિંહ મહેતા અને કબીર જેવા અનેક નામો આ વાતને સાચી ઠેરવે છે.    

3. શું લખવા માટે સ્વ-અનુભવ જરૂરી હોય છે? આપને કયું પરિબળ લખવા માટે પ્રેરણા પુરી પાડે છે?

અભિવ્યક્તિમાં શબ્દોનું ચયન અને ભાષાના સંયમ માટે અનુભવની જરૂર પડે. અહીં અનુભવને મેં મહાવરા (‘પ્રેક્ટીસ’)ના સંદર્ભમાં ટાંક્યો છે. એ અર્થમાં અનુભવે લેખનકળા વિકસાવી શકાય ખરી. કયું કામ બુદ્ધિ પાસેથી લેવું ને કયું હૃદય પાસેથી એ અનુભવે સમજાય. જો કે લેખન માટેનું પ્રેરક  પરિબળ (‘ટ્રીગર પોઈન્ટ’) એ સ્વ-અનુભવ નથી પરંતુ સ્વ-અનુભૂતિ છે.

4. જો સોશિયલ મીડિયાને બહુ ટૂંકમાં વ્યાખ્યાયિત કરવું હોય તો શું કહેશો?

ભાષાનો સંયમ અને વૈચારિક પરિપક્વતા ‘સોશિયલ મીડિયા’માં લેખનના આવશ્યક અંગો છે.    ‘સોશિયલ મીડિયા’ના નામમાંનો ‘સોશિયલ’ શબ્દ ‘સોશિયલ રિસ્પોન્સીબીલીટી’ લઈને આવે છે. આપણને એક વાતની પ્રમાણિક ખબર હોવી જોઈએ કે ‘સોશિયલ મીડિયા’ ઉપર ચર્ચાતી મોટા ભાગની વાતો આપણા બૌધિક કે અધિકાર ક્ષેત્રની બહાર હોય છે. આપણા પૂર્વજો વાનર હતા એ સાબિત કરવા દરેક બાબતમાં કૂદકા મારવા વાજબી નથી. બિન-આધારભૂત માહિતીને ‘सबसे तेज़ ફોરવર્ડ’ કરવાની ઘેલછાથી સમાજનું અહિત થતું હોય છે. અધકચરી માહિતીને ‘ફોરવર્ડ’ કરવાવાળા માનસિક રોગીઓની વીજળીવેગે વધતી સંખ્યા સામાજિક ચિંતાનો વિષય બની રહે છે. જો યોગ્ય દિશામાં તેની શક્તિને નિયંત્રિત કરી શકાય તો ‘સોશિયલ મીડિયા’ સમાજ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે તેવું સબળ માધ્યમ છે.   

5. સ્ત્રી સર્જક અને પુરુષ સર્જકના સર્જનમાં તફાવત ખરો? જો હા, તો શું?

સ્ત્રી સર્જક અને પુરુષ સર્જકના સર્જનમાં એક પાયાનો તફાવત રહેવાનો એવું મારું અંગત માનવું છે. એ તફાવતના મૂળમાં છે બંનેની લિંગગત અનુભૂતિની મર્યાદા. જેમ કે સ્ત્રીની અંતરંગ અનુભૂતિને પુરુષ સર્જક ક્યારેય લેખનમાં અંકિત કરી શકે નહીં. એ જ રીતે પુરુષની પૌરુષી સમસ્યાઓને લેખનમાં ઉતારતી વખતે સ્ત્રી-સર્જકની પ્રમાણિકતા જોખમાશે, અન્યથા સર્જનની દ્રષ્ટિએ સ્ત્રી-સર્જક કે પુરુષ-સર્જક જેવા બે અલગ પ્રકારો પાડી શકાય નહીં. સર્જક એ સર્જક હોય છે.

6. જીવનમાં ટર્નિંગ પોઈન્ટ કહી શકાય એવી કોઈ ઘટના? 

લેખનકાળની વાત કરું: બધાં જાણે છે કે હું ભાષાનો વિદ્યાર્થી નથી અને ક્યારેય શાસ્ત્રીય ઢબે ગઝલના છંદો શીખ્યો નથી. કોણ જાણે કેમ? પણ એક દિવસ હું અમસ્તો જ બેઠો હતો અને અચાનક મારા મગજમાં ગઝલના છંદોની ગોઠવણ થવા માંડી - જાણે કે મને ગઝલના છંદોની ચાવી હાથ લાગી ન હોય ! આ બધું વીજળીની ઝડપે થયું. એ સમયે આ ઘટના ચમત્કારમાં ન ખપી જાય માટે એ વાત મેં કોઈને કરેલી નહીં. જો કે એને હું ‘અકસ્માત’ માત્ર કહેવાનું પસંદ કરીશ. એ ‘અકસ્માત’ પછી ગઝલો છંદોબદ્ધ લખાવા લાગી. મારી ગઝલ-યાત્રાનો એ ટર્નિગ પોઈન્ટ કહી શકાય.

7. એવું એક પુસ્તક જેને ફરી ફરી વાંચો તો પણ થાક ન લાગે.

‘ઓશો’ રજનીશનું પુસ્તક ‘કૃષ્ણ-સ્મૃતિ’ વારંવાર વાંચવું ગમે.

8. આજના યુવાવર્ગને શું સંદેશો આપશો?

આજનો યુવાવર્ગ તેના વિચારોમાં ખૂબ જ સ્પષ્ટ છે. કોઈપણ વાત ‘લોજીક’ વગર સ્વીકારતો નથી. એટલું જ કહીશ કે: “આપણી આવતીકાલને ઘડનાર આપણા જ વિચારોની અભિવ્યક્તિમાં ‘પ્રામાણિક ખોંખારો’ ખાજો.” 

Comment

You need to be a member of Facestorys.com to add comments!

Join Facestorys.com

Blog Posts

I am C.E.O.

Posted by Hasmukh amathalal mehta on March 20, 2019 at 3:20am 0 Comments

I am C.E.O

Wednesday,20th March 2019

 

I am a saintly figure

and chief advisor

C.E.O and founder

and defender of literature

 

does that look funny?

no, it has been proved already

no one can raise head!

or with dissent say a word

 

You have to fall in…

Continue

Sink with

Posted by Hasmukh amathalal mehta on March 20, 2019 at 3:13am 0 Comments

 

Sink with

Wednesday,20th March 2019

 …

Continue

Sentry on guard

Posted by Hasmukh amathalal mehta on March 20, 2019 at 3:09am 0 Comments

Sentry on guard

Sunday,17th March 2019

 

How come sentry can…

Continue

Withdraw

Posted by Hasmukh amathalal mehta on March 18, 2019 at 4:40pm 0 Comments

Withdraw

Sunday,17th March 2019

 …

Continue

Bow my head

Posted by Hasmukh amathalal mehta on March 18, 2019 at 4:34pm 0 Comments

Bow my head

Monday,18th March 2019

 …

Continue

Poetry is rare gift

Posted by Hasmukh amathalal mehta on March 18, 2019 at 4:27pm 0 Comments

Poetry is a gift

Monday,18th March 2019

 

Poetry is God sent a gift

it can make a suitable shift

it creates no rift

but lifts the morale of all those who read…

Continue

No, you are out

Posted by Hasmukh amathalal mehta on March 17, 2019 at 5:54am 0 Comments

Sunday, March 17, 2019

6:48 AM

No, you are out…

Continue

Why do I write?

Posted by Hasmukh amathalal mehta on March 17, 2019 at 5:49am 0 Comments

 

Why do I write?

Sunday,17th March 2019

 …

Continue

Listen to your own

Posted by Hasmukh amathalal mehta on March 17, 2019 at 5:45am 0 Comments

Listen to your own

Sunday,17th March 2019

 …

Continue

Love and gesture

Posted by Hasmukh amathalal mehta on March 16, 2019 at 6:37am 0 Comments

 

Love and gesture

Saturday,16th March 2019

 …

Continue

© 2019   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service