Mona Sheth

1. તમારા માટે સ્ત્રી એટલે શું?
સ્ત્રી અને  પુરુષ  માત્ર જેન્ડર આઇડેન્ટિટીના માપદંડ છે. હવે એવો ભેદભાવ માત્ર રહ્યો છે. સમાજની સ્ત્રી તરફ જોવાની દ્રષ્ટિમાં બદલાવ આવ્યો છે. સમાજ નવા વિચારોને  આવકારી રહ્યો છે. સ્ત્રી- પુરુષ માટે શક્યતાઓ વધી રહી છે. 
 
 2. ફેમિનિઝમ એટલે? 
ફેમિનિઝમ એટલે એક વિચાર, મંતવ્ય.  આ એક એવો મુદ્દો છે જે એક આંખેથી જ જોઈ શકાય. દર વખતે પુરુષોને સામે છેડે જઇ  "હું સ્ત્રી છું" એ પુરવાર કરવા ઝગડો કરવો એ નિરર્થક છે. ઝંડો લઈને ઉભા થવાની જરૂર નથી એ કહેવા માટે કે હું સ્ત્રી છું. સમય બદલાયો છે, હવે પુરુષો ડરી રહ્યા છે માટે  હવે થોડા વર્ષોમાં ઇન્ટરનેશનલ મેન્સ ડે ઉજવવો પડશે 
 
3. તમારા મતે વાચા એટલે? 
વાચા..... 
વાચા એટલે ધરબાયેલી વાત. વાચા કોઈની પણ હોઈ શકે. પાડોશીની વાચા,બાળકની વાચા, યુવકની વાચા, યુવતીની વાચા, 60 વરસના ઘરડા પુરુષની વાચા, સ્ત્રીની વાચા।...દરેક પાસે વાચા હોય છે. દરેકને વાર્તાની તલાશ હોય છે. કહેવાયેલી, વાંચેલી, સાંભળેલી, સંભળાયેલી કોઈ પણ વાત..વાચા એ અઢળક કહાણીઓની વાત છે. વાચા દ્વારા હું ઘણા લોકોને મળી છું, જેને મને પ્રેરિત કરી છે. 
 
4. સાહિત્યને કેવી રીતે મૂલવો છો?
સાહિત્ય. હું એમ.એ  ભણતી હતી ત્યારે મારે ઘણી સાહિત્યિક કૃતિઓ ભણવામાં આવતી। વાર્તા, ટૂંકી વાર્તા, નાટક, નિબંધ , કવિતા વગેરે.. ઘણા દિગ્ગજોને વાંચ્યા પણ છે  અને એ હજી મારામાં જીવંત છે. મારા માટે એ જ સાહિત્ય છે. અત્યારે તો વળી પોપ્યુલર લિટરેચરનો જમાનો છે. માત્ર ભાષા વંચાય છે. એ જ આશા પૂરતી છે. 
 
5. સોશિયલ મીડિયાને બહુ ટૂંકાણમાં  કરવું હોય તો શું કહેશો ?
પોતાના મનોજગતને અજાણ્યા સાથે બિન્દાસ રીતે શેર કરવું એ સોશિયલ મીડિયા.
આપણી સંવેદનશીલતા બહુ ઓછી થતી જાય છે. Virtual  હૂંફનો સહારો લઇ આપણે એ આશા સાથે રમ્યા જ કરીએ છીએ.પણ રીયલ લાઈફમાં એ માત્ર એક શોધ બનીને રહી જાય છે. કોઈ પણ કોઈની પણ સાથે કશું પણ શેર કરતા અચકાતું નથી અને એના લીધે પાછા privacy issues ઉભા થાય છે. એક એવું Virtual World છે જેણે આપણી સંવેદનશીલતા ઓછી કરી નાખી છે. સંબંધો સામે જોવાનો આખો દ્રષ્ટિકોણ જ બદલી નાખ્યો છે. 
 
6. સ્ત્રી સર્જક અને પુરુષ સર્જકના સર્જનમાં તફાવત ખરો? જો હા, તો શું?
સ્ત્રી અને પુરુષના બંધારણમાં તફાવત છે. અને સ્વાભાવિક રીતે અનુભૂતિ, લાગણી, દ્રષ્ટિકોણમાં તફાવત રહે. બંનેની અભિવ્યક્તિ જુદી હોય. અને મોટા ભાગે લખાણની ક્રેએટિવિટીની ટ્રિટ્મેન્ટમાં તફાવત રહે. 
7. જીવનમાં ટર્નિંગ  પોઈન્ટ કહી શકાય એવી કોઈ ઘટના? 
મારા જીવનમાં કરીઅર મૂવ્સ બહુ આવ્યા. પહેલા બી.કોમ પછી સાહિત્યમાં એમ.એ કર્યું અને પછી મારી પોતાની એડવર્ટાઇઝિંગ એજન્સી શરુ કરી. ત્યારે મેં ચિત્રલેખામાં રાજીનામુ આપી દીધેલું જે તંત્રી ભરતભાઈ ઘેલાણી  એ સ્વીકાર્યું ન હતું. મારી એડવર્ટાઇઝિંગ એજન્સી શરુ કરી એના એક મહિના પછી ભરતભાઇનો ફોન આવ્યો કે મોના તું પછી આવી જા. મારુ રાજીનામુ એમને સ્વીકાર્યું જ નહતું. એમણે  મને મળવા બોલાવી અને વાત વાતમાં જ મારી પાસે ચાર વિષયો લઇ લીધા અને આ રીતે ચિત્રલેખામાં મારી બીજી ઇંનિંગ્સ શરુ થઇ જે આજ પર્યન્ત ચાલુ છે. મારા હિસાબે આ જ મારા જીવનનો, મારી કારકિર્દીનો ટર્નિંગ પોઇન્ટ હતો. 
 
8. આપના  માટે શું લખવા માટે સ્વ-અનુભવ જરૂરી છે? 
હું  ચોક્કસપણે માનું  છું કે લખવા માટે સ્વ-અનુભવ જરૂરી છે. તમે જે વિષય પાર લખવા ઈચ્છો છો એના તાણાવાણા તો તમને સ્પર્શવા જ જોઈએ. તો જ તમે અનુભવની પાર  જઈને લખી શકો. 
મારે ચિત્રલેખા માટે એક આર્ટિકલ લખવાનો હતો- વૃદ્ધ વૈશ્યાઓનું જીવન.તમે નહિ માનો પણ હું લગભગ 10 દિવસ સુધી રોજ મુંબઈના કમાટીપુરા- રેડલાઈટ  વિસ્તારમાં આ વૃદ્ધ વેશ્યાઓને મળવા જતી. એમની સાથે વાતો  કરતી. એ સ્ત્રીઓના ઘરે કલાકો બેસીને એમની જીવનકહાની સંઘર્ષ અને ઘણી આંતરિક વેદનાઓ અનુભવી. એક દિવસ મને એ વિસ્તારની સાંજની રોનક જોવાની ઈચ્છા થઇ. મેં ટેક્ષીવાળાને કીધું કે મારે કમાટીપુરા જવું છે. ટેક્ષી વાળો પણ  મારી સામે તાકી રહ્યો. મને એણે  કહ્યું કે હું એક જ શરતે તને લઇ જઈશ કે તારે ગાડીના કાચ બંધ રાખવા પડશે. એ સાંજે મેં 4-5 રાઉન્ડ એ આખા વિસ્તારના લગાવ્યા.આ વાત લગભગ પંદરેક વર્ષ પહેલાની છે અને સ્વ અનુભવના આધાર પર જ હું એ આર્ટિકલ બહુ realistic approach  સાથે લખી શકી. એટલે મારા લખવા માટે સ્વ-અનુભવ બહુ જ જરૂરી છે. 
[Mona Sheth is a Writer, columnist at Chitralekha magazine. She is running successfully a column named "Vacha" ] 

Comment

You need to be a member of Facestorys.com to add comments!

Join Facestorys.com

Comment by divya bhavsar on January 27, 2017 at 9:03pm

wah Monaji.. Last vaat tamari haje dil ma utari gai ke swa nubhav vagar lekhvu narthark che .. To  get the right feel you must need to experience yourself

Blog Posts

Some delight

Posted by Hasmukh amathalal mehta on December 10, 2018 at 2:48am 0 Comments

Some delight

Saturday,8th December 2018

 …

Continue

Life's ideology

Posted by Hasmukh amathalal mehta on December 10, 2018 at 2:39am 0 Comments

Life's ideology

Monday,10th December 2018

 …

Continue

Time bound

Posted by Hasmukh amathalal mehta on December 10, 2018 at 2:31am 0 Comments

 

Time-bound

Monday,10th December 2018

 …

Continue

Clear funcation

Posted by Hasmukh amathalal mehta on December 8, 2018 at 5:28am 0 Comments

Clear function

Saturday, December 8, 2018

7:06 AM…

Continue

Stay with

Posted by Hasmukh amathalal mehta on December 8, 2018 at 5:10am 0 Comments

Stay with 

Saturday,8th December 2018

 

It is not easy to…

Continue

Own stability

Posted by Hasmukh amathalal mehta on December 8, 2018 at 5:04am 0 Comments

Own stability

Saturday,8th December 2018

 …

Continue

love with fragrance

Posted by Hasmukh amathalal mehta on December 7, 2018 at 6:02am 0 Comments

Love with fragrance

Friday,7th December 2018

 

Love has a universal appeal

you may always feel real

the true spirit behind

and feel its kindness

 

who shall make it worth?

before life is taken over by the death

you have a lot more to breathe in

and its real aspect to be…

Continue

Unsure of

Posted by Hasmukh amathalal mehta on December 7, 2018 at 5:43am 0 Comments

Nice one...Unsure of

Friday,7th December 2018

 

I am unsure of the poetry

I am also unsure of an almighty

then what purpose lies before me?

Am I bonded creature and not free?

 

This idea has often struck me

I have probed enough to see

the reason behind

and earnestly find…

Continue

Store nothing

Posted by Hasmukh amathalal mehta on December 7, 2018 at 5:39am 0 Comments

Store nothing

Friday,7th December 2018

 

Believe and live

allow others and love

happily stay and drive

these are the things to be revived

 

the smile is your asset

so don't let

it to slip away

make it worthwhile in your way

 

what costs smile?

nothing for…

Continue

Real poetry

Posted by Hasmukh amathalal mehta on December 6, 2018 at 2:28am 0 Comments

 

Magic in poetry

Wednesday,5th December 2018

 

People call it…

Continue

© 2018   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service