Rajul Bhanushali's Blog (18)

~~..સુખની સુગંધ..~~

~~..સુખની સુગંધ..~~ગંધ જો રહે પટલોમાં બંધ

કેમ કરી પામે મરુતનો સંગ?

કળીનું જોબન કરશે તેણીના સરવાનો પ્રબંધ..!!વરે એ જ્યારે સુખને સંગ

અજરઅમર થાય,પમરે સુગંધ

ચિત્ત મોહવાનો કસબ નિજ હસ્તક અકબંધ..!!દુઃખનો જો ઘડીક ચઢે રંગ 

ભટકે કણકણ, ભમે દુર્ગંધ

દુઃખની લેખણી લખશે એક દી' સુખનો નિબંધ..!!'દ' થી 'સ' ભણી કેડી…

Continue

Added by Rajul Bhanushali on July 9, 2013 at 10:43am — 1 Comment

..~ એક કુદરતની કવિતા ~..કુદરત પણ ગજ્જબ સાહિત્યપ્રેમી છે..! 

ગ્રાઉન્ડ પર

કેવા સુંદર અછાંદસ ફૂટી નીકળ્યા છે..

ક્યાંક

ટચૂકડી,

ત્રિપદી જેવી દૂર્વા તરવરે.. 

અને-

ડાળી ઓ પર સામસામે અવતરેલા નવાંકૂરો,

છંદબધ્ધ ગઝલની પંક્તિઓ જોઈ લો..!

ડાળખીઓ લહેરાય, જાણે લયબદ્ધ ગીતો..!

વચ્ચે…

Continue

Added by Rajul Bhanushali on June 15, 2013 at 11:34am — No Comments

વાત એક નવજાત કુંપળની, લીલીછમ્મ શક્યતાની, નવીનક્કોર આશાની..

..સગર્ભા ધરા
સળવળે 'લિલાશ'
..કથ્થઈ ખોળે

~ રાજુલ

આજે World Environment Day નિમિત્તે વાત એક નવજાત કુંપળની, લીલીછમ્મ શક્યતાની, નવીનક્કોર આશાની..

Added by Rajul Bhanushali on June 5, 2013 at 1:32pm — No Comments

એવી તે બળતી બપોર..

એવી તે બળતી બપોર

તગતગતાં તડકા કાંઈ એવાં વરસતાં કે

ઝીણી થાય આંખોની કોર

 

લથબથતી પીડાનાં લીરાં કાંઈ ફરફરે રે

વેઠ્યો ના જાયે આ તાપ

ટાઢા નિસાસા ખરે, ઉનાં મોતીડાં ઝરે

નેજવાને અખરતાં જાપ

વાયરો રજળતો, કકળતો જરીકને,આફુડો જાતો પડી..

મૂઈ આમ્રમંજરી- ભાવવિભોર!

 

અડતામાં ઓરમાયું લાગ્યું મુને આજ સખા

કહેવી આ વાતું કોને છાની

મુઠ્ઠીમાં ઓરેલાં ઓરતાં વસુક્યાં રે

કોરી હથેળી નિશાની

દુખિયારી આંખોની કોતરોમાં…

Continue

Added by Rajul Bhanushali on May 26, 2013 at 1:38pm — No Comments

પીપળો

મારા

બિલ્ડિંગના કમ્પાઉંડમાં ઉભેલો 

શીતક પીપળો 

સાંજ પડે

કે

વધુ જોરશોરથી 

થનગનવા લાગે છે.. 

જાણે કે, 

સૂરજને 

ડિંગો દેખાડીને કહેતો હોય ,

"જોયું?

ફરી એક્વારતુ હારી ગયો !!"

 

~રાજુલ

Added by Rajul Bhanushali on May 26, 2013 at 1:37pm — 1 Comment

સ્મરણોની પેટીમાં ઝીણી તિરાડ..

વાગી જરાક ઠેસ અમથી, ત્યાં

સ્મરણોની પેટીમાં ઝીણી તિરાડ

ટપ્પ દેતાંકને થોડીક ક્ષણો બા'રે કૂદી પડી,આખા ઓરડામાં રાડારાડ..!

મૂવીમાં જોડે ખાધેલા પોપકૉર્ન શરમાયાં
ત્યાં નરીમાનપોઈન્ટનીપાળી પર મમળાવેલા સીંગચણા અકળાયાં
લ્યો,આમને તો લાગી આવ્યું હાડેહાડ..!

દરિયાની રેતીમાં આંગળી ફેરવતાં ઉપસેલા નામે દીધો સાદ, છું હું તને યાદ?
સ્તબ્ધ બનીને થીજી ગયેલ ક્ષણને ઝટપટ મેં કરી દીધી બાદ
હવે કેમ કરી વાસુ કમાડ..?

~રાજુલ ભાનુશાલી

Added by Rajul Bhanushali on May 11, 2013 at 8:00am — No Comments

'મોર્ડન' તરસ

તરસ ને પણ
'મોર્ડન' જમાનાનો રંગ લાગ્યો છે..!
એણેય
દોસ્તી કરી લીધી છે,
બીસલેરીની બોટલ
અને
ઠંડા પાણીના પાઊચ સાથે!!

-રાજુલ

Added by Rajul Bhanushali on May 6, 2013 at 1:15pm — 1 Comment

ગરીબ પરિવારનો રવિવાર..

શુક્રવારે સાંજના સૌથી વધુ પૂછાતો પ્રશ્ન : "શું પ્રોગ્રામ છે વીકએન્ડનો?'સોમવારે સૌથી વધુ પૂછતો/ચર્ચાતો પ્રશ્ન/ટૉપીક: "ક્યાં ફરવા ગયા'તાં/શું કર્યું વીકએન્ડ માં?"સોમ/મંગલવારે ફોન/ચૅટમાં સામાન્ય રીતે થતી ચર્ચા:

"મહેતાસ આ વખતે 'ફલાણી' જગ્યાએ ડીનર માટે ગયા'તા..કહેતા હતા કે ત્યાંનું ફૂડ A1 CLASS.. અને 'અલાણી' જગ્યાનો ગોલો કહેવું પડે હો BOSS..ક્યાંય નથી ખાધો એવો આલાગ્રાન્ડ ગોલો આજ સુધી..જલસો પડી ગ…

Continue

Added by Rajul Bhanushali on May 5, 2013 at 1:32pm — 2 Comments

સાયબો મારો મીઠું ને મઘમઘતું ઇંમરતી બીડું..

સાયબો મારો મીઠું ને મઘમઘતું ઇંમરતી બીડું

હું તમતમતું લવંગ!

મળું મળું ક્યારે એવા ઓરતાં છલકાય ને

મન,આકાશે ફરતું પતંગ!લીલા લીસોટા જે દી' હ્રુદિયે પડ્યા છે કાંઈ

સંઘર્યો જુગજૂનો ખટકો

વાંખા અબળખા હવે કેમ કરી સાચવુ હું

ઘડીક અમપાસ તો અટકોઆ દી' નું…
Continue

Added by Rajul Bhanushali on April 30, 2013 at 12:00pm — No Comments

૨ હાઈકુ.. દઝાડતી ગ્રીષ્મ ના તિખારા..!

કાળઝાળ,આ

સૂર્યનો અહંકાર

દઝાડે સૃષ્ટિ!

- રાજુલ

તપ્ત બપ્પોર…

Continue

Added by Rajul Bhanushali on April 30, 2013 at 11:34am — No Comments

'વિશ્વ પુસ્તક દિવસ'

"તમે જ્યારે કોઈ એક પુસ્તક ખરીદો છો ત્યારે અડધો કે એક કિલોગ્રામ કાગળ નથી ખરીદતાં, પણ એક જીવન ખરીદો છો..!"
-અજ્ઞાત

શેક્સપીયરની જન્મ તારીખ અને મૃત્યુ તારીખ પણ ૨૩ અપ્રિલ છે.. આજ કારણે યુનેસ્કોએ ૨૩ અપ્રિલ ને “વિશ્વ પુસ્તક દિવસ” તરીકે ઉજવવાનું શરુ કર્યું..

વાંચન એ ધ્યાન અને યોગ જેટલી જ ગુણકારી પ્રવૃત્તિ છે.

સૌ શબ્દમિત્રોને 'વિશ્વ પુસ્તક દિવસ' નિમિત્તે ખોબો ભરીને શબ્દ લ્હાણી..

Added by Rajul Bhanushali on April 23, 2013 at 1:43pm — No Comments

૨૨ અપ્રિલ ~ પૃથ્વી દિન

અચલા તુ,વિપુલા તુ,

તુ જ સાગરા, ઉર્વરા

કોટિ કોટિ મુજ વંદના 

હે જનની, હે વસુંધરા!

-

રાજુલ


Added by Rajul Bhanushali on April 22, 2013 at 12:08pm — No Comments

એક હાઈકુ

ટાણે કટાણે
ઋતુ કરે સત્સંગ,
પ્રકૃતિ દંગ..!

-રાજુલ

Added by Rajul Bhanushali on April 20, 2013 at 9:22am — No Comments

લો, ગ્રીષ્મ મ્હોંરી ઉઠી..!

આમ તો ગ્રીષ્મ એ પોતાના ચમકારા દિવસો પહેલા દાખવવા શરૂ કરી દીધા છે. વસંત ને તો એણે ક્યારની બાથમાં લઈ લીધી છે.. પણ ઓફીશીયલી આજે વાજતેગાજતે ગ્રીષ્મઋતુનું આગમન થયું.ગ્રીષ્મ એટલે ધોમધખતા તાપની ઋતુ. એના વિશે શુ લખવું ? કહેવું ? ધોમધખતા તાપમાં તે વળી કઈ રસિકતા દર્શન થાય ! હા કેરીના રસના દર્શન વળી બરાબર છે ! વસંત વિશે તો પાના ભરી લખી શકાય.પણ ગ્રીષ્મ વિશે બહુ બહુતો આપણે શાળામાં “ઉનાળાની બપોર” નામનો નિબંધ લખતા ! તેથી વિશેષ બહુ ભેજું મેં તો ખપાવ્યું નહોતું ! આપે ખપાવ્યું…

Continue

Added by Rajul Bhanushali on April 19, 2013 at 12:41pm — No Comments

અધૂરપ

અધૂરપ,

 એ તો..

 ઈચ્છાની તાસીર !!

 એને..

 'ગુણ' ગણવો,

 કે પછી 

 'અવગુણ' ??

 

-રાજુલ

Added by Rajul Bhanushali on April 17, 2013 at 4:58pm — No Comments

હ્રદયસ્થ

હું હારી ગઈ,

હા..

કબૂલ કરું છું-

આજે 

હું હારી ગઈ,

તારા સ્નેહ સામે!!

જ્યારે મેં કહ્યું ,તારું નામ કેમ વિસરું?

એ તો કંઠસ્થ છે..

ને તે કહ્યું,

તારું નામ તો હ્રદયસ્થ છે..

ને

હું હારી ગઈ..!

 

-રાજુલ

Added by Rajul Bhanushali on April 15, 2013 at 12:43pm — 1 Comment

તમને કંઈ પણ આવડતું નથી એ અવસ્થા પર ઊભા રહેતાં આવડે છે? - તો લખો.

તમને તારાઓની બારાખડી ઉકેલતાં આવડે છે?

- તો લખો.તમને ફૂલોની પાંખડીમાં પ્રવેશતાં આવડે છે?

- તો લખો.તમને ક્ષણની આંખડીમાં કશુંક આંજતાં આવડે છે?

- તો લખો.તમને રણના વિષાદને મૃગજળથી માંજતાં આવડે છે?

- તો લખો.તમને આંખમાં આવેલા વાદળને નહીં વરસાવતાં આવડે છે?

- તો લખો.તમને મેઘધનુષને સુક્કી ધરતી પર…

Continue

Added by Rajul Bhanushali on April 14, 2013 at 11:50am — 3 Comments

" મનનું પ્રુનિંગ"

મિત્રો, બગીચામાં સાંજે કદીક લટાર મારવા તો જતાં જ હશો..હ્રદય કેવું પ્રફુલ્લિત થઈ જાય નહીં? ખુશનુમા મોસમ, મનમોહક ફુલો, સુંદર રીતે કાપેલી લૉન, અદ્ ભુત આકાર અપાયેલી વાડ..ઓહ !! કેટકેટલું !!કેટલું નયનરમ્ય લાગે..પરંતુ આ સુંદરતા જાળવવા, વ્યવસ્થિત રાખવા અવારનવાર બગીચામાં "પ્રુનિંગ" કરવું પડે છે.નહીં તો બગીચો જંગલ બની જાય..!!આપણા મનનું પણ કંઈક એવું જ છે. અડાબીડ ઉગી નીકળેલા વિચારો,અભિપ્રાયો,ઘર કરી ગયેલી સાચીખોટી…

Continue

Added by Rajul Bhanushali on April 13, 2013 at 11:31am — 2 Comments

Blog Posts

Posted by Facestorys.com Admin on January 21, 2020 at 4:49am 0 Comments

Never helpless

Posted by Hasmukh amathalal mehta on October 20, 2019 at 12:56pm 0 Comments

Each of us is born magician,

but we should know how to

use our magic wand-------- Sania Zakir

 

Never helpless

Sunday, October 20, 2019

6:34 AM

                         

Never under-estimate human brings

they are committed to bring

the miracles on the earth

for all of us to…

Continue

Wedded to non-violence

Posted by Hasmukh amathalal mehta on October 20, 2019 at 12:39pm 0 Comments

Wedded to non-violence

Sunday,20th October 2019

 

I must speak

even though my heart is weak

it can never trick

it shall never throw stone or brick

 

it has wedded to non-violence

in true form of love's essence,

it has paramount importance

and everybody must seize the…

Continue

Joy of life

Posted by Hasmukh amathalal mehta on October 20, 2019 at 12:33pm 0 Comments

Joy of life
Sunday, 20th October 2019
 
Who can dare see through my…
Continue

Seek my shelter

Posted by Hasmukh amathalal mehta on October 18, 2019 at 3:14pm 0 Comments

Seek my shelter

Friday,18th October 2019

 …

Continue

Passage of time

Posted by Hasmukh amathalal mehta on October 18, 2019 at 12:55pm 0 Comments

Passage of time
Friday,18th October 2019
 
Take me not into an…
Continue

free passage

Posted by Hasmukh amathalal mehta on October 17, 2019 at 5:12pm 0 Comments

If you can not go physically.. then let me take you

virtually and spiritually ...#the journey

                                                          ….. Brenda Pointer

 

 

Free passage

Thursday,17th October 2018

 

Reach me out

and talk about

your internal problems

I shall…

Continue

free passage

Posted by Hasmukh amathalal mehta on October 17, 2019 at 5:12pm 0 Comments

If you can not go physically.. then let me take you

virtually and spiritually ...#the journey

                                                          ….. Brenda Pointer

 

 

Free passage

Thursday,17th October 2018

 

Reach me out

and talk about

your internal problems

I shall…

Continue

Make no secret

Posted by Hasmukh amathalal mehta on October 17, 2019 at 5:05pm 0 Comments

Make no secret

Wednesday,16th October 2019

 …

Continue

Make no secret

Posted by Hasmukh amathalal mehta on October 16, 2019 at 4:31pm 0 Comments

Make no secret

Wednesday,16th October 2019

 …

Continue

© 2020   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service