ગઝલ:- આપના આવ્યા પછી

વાહ ! શું સર્જન થયું છે આપના આવ્યા પછી
જીવવાનું મન થયું છે આપના આવ્યા પછી

આયખું સ્પંદન થયું છે આપના આવ્યા પછી
શ્વાસમાં નર્તન થયું છે આપના આવ્યા પછી

ગત્ સમય ચિંતન થયું છે આપનાઆવ્યાપછી
બોજ હળવું મન થયુંછે આપના આવ્યા પછી

આંખ આસું પાડતી'તી રોજ ના બે ચાર ત્યાં
ધોઇદિલ પાવન થયુંછે આપના આવ્યાપછી

મેં કરી ભક્તિ ખરી તંબૂર ધડકન નો લઈ
શ્વાસમાં કીર્તન થયું છે આપના આવ્યા પછી

જાતને ઠોકર ઘણી વાગ્યા કરી એકાંતમાં
અંકુશિત યૌવન થયુંછે આપના આવ્યાપછી

આપણા રસ્તા હતા નોખા ઘણા કાં આજ લગ
એ જ તો મંથન થયું છે આપના આવ્યા પછી

દિલ સુગંધી ફૂલનો દરિયો થયો ગઈ રાતના
દી'ઉગે ઉપવન થયું છે આપના આવ્યા પછી

ભીંજવી મન, આંખ એને રોજ  માંદો પાડતી
કોરુકટ તદ્દન થયું છે આપના આવ્યા પછી

પ્રેમ આંખોથી અમારા હોઠલગ પ્હોંચ્યો નહી
હૈયુ  સંબોધન થયું છે આપના આવ્યા પછી

લોહ જેવી શીલને પારસ બની સ્પર્શ્યા તમે
મન હવે કંચન થયું છે આપના આવ્યા પછી

હેમશીલા માહેશ્વરી "શીલ"

Views: 59

Comment

You need to be a member of Facestorys.com to add comments!

Join Facestorys.com

Comment by Hemshila maheshwari on August 12, 2017 at 6:13pm
Thanks a lot friends
Comment by HASMUKH M. SHAH on August 11, 2017 at 7:43pm

An excellent touching Gazal. Like to read again and again.

Congratulations !

Comment by દિપ @ એકલતા ના કિનારા on August 11, 2017 at 5:41pm

કે હવે ઈચ્છાઓ જન્મી રહી છે રોજ રોજ નવી
અરમાનો ને ગુમાન થયું છે થોડું, આપનાં આવ્યા પછી..

Ahmedabad Poetry Festival

             


Blog Posts

Laid like flower

Posted by Hasmukh amathalal mehta on August 19, 2017 at 10:46am 0 Comments

 

Laid like flower

 

She was laid like…

Continue

અછાંદસ :- અદ્રશ્ય અહેસાસ

Posted by Hemshila maheshwari on August 18, 2017 at 9:01am 0 Comments

શિયાળાની આ કડકડતી ઠંડીમાં

ઓશીકે ઊંઘ મૂકી ,

એકાંતની ચુપ્પીમાં ,

રાતોની રાતો જાગી ,

મેં તારા વિચારોના ગાળીયાઓને -

મારા મનના સુંવાળા ભાવોના-

સોયા પર પરોવી ,

ગૂંથ્યું છે તારા માટે એક સ્વેટર. ...

અહેસાસી ઊનની… Continue

પર્યુષણ પર્વ

Posted by Hasmukh amathalal mehta on August 18, 2017 at 5:03am 0 Comments

પર્યુષણ પર્વ

 

નિજ ના વખાણ

કઈ…

Continue

Anarchy

Posted by Hasmukh amathalal mehta on August 18, 2017 at 4:35am 0 Comments

Anarchy

 

They are from us

Who have distrust?

Mind totally poisoned

And turned terrorists

 

The religion is just weapon

To get funds from other nations

Involve in bloodbath

In…

Continue

મન સાથે સુલેહ

Posted by Hasmukh amathalal mehta on August 17, 2017 at 1:20pm 0 Comments

 

દરેક વર્ષ

લાવે ચેતના અને હર્ષ

હું…

Continue

Posted by Hasmukh amathalal mehta on August 17, 2017 at 1:19pm 0 Comments

વસિયત

Posted by દિપ @ એકલતા ના કિનારા on August 13, 2017 at 9:00am 0 Comments

ફરી ખુદ ને ગુમનામ કરી દઉં

એમ કરી મારું થોડું નામ કરી લઉ

 

તમે તો નામ લઇ શક્યા નહિ મારુ

હું જ જાતે…

Continue

ઉઝરડું

Posted by દિપ @ એકલતા ના કિનારા on August 12, 2017 at 3:54pm 0 Comments

આવી રીતે તો કોઈ ધક્કો મારે ? આવી રીતે કોઈ પછાડે ?

કે તમને વાગ્યું ય હોય ને કોઈ નિશાન જોવા ના મળે ?

 

જ્યાં હાથ અડાડો…

Continue

मुलाकात

Posted by દિપ @ એકલતા ના કિનારા on August 11, 2017 at 5:36pm 0 Comments

छोडो अब उनकी बात क्या करनी

जो भूला दे, उसकी फ़रयाद क्या करनी

 …

Continue

Posted by Hemshila maheshwari on August 9, 2017 at 7:07am 0 Comments

© 2017   Created by syahee.com.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service