દેખાય જે ખુલ્લી આંખે
નથી હોતું સંપૂર્ણ હંમેશા
હૃદય ની સચ્ચાઈ માં કોઈ એ ઝાંખ્યું કદી ?

ડરી ડરી ને રહેલી આંખો
નથી હોતી ડરપોક હંમેશા
ડર નું કારણ કોઈ એ જાણ્યું કદી ?

નમી ને ચૂપ થયેલી આંખો
નથી હોતી ખોટી હંમેશાં
ચુપ્પી નું કારણ કોઈ એ સમજ્યું કદી ?

રડી ને વહી ગયેલી આંખો
નથી હોતી રોતલ હંમેશાં
કોમળતા નું કારણ કોઈ એ નિરખ્યું કદી ?

ગુસ્સા થી ભભૂકતી આંખો
નથી હોતી લાલ હંમેશાં
નારાજગી નું કારણ કોઈ એ ભાખ્યું કદી ?

ડિજિટલ યુગ ની આંખો
નથી હોતી સત્ય હંમેશાં
અવિશ્વાસ નું કારણ કોઈ એ પકડ્યું કદી ?

દૂર જઈ રહેલી આંખો
નથી હોતી નાસમજ હંમેશા
દર્દ ની ઊંડાઈ નું કારણ કોઈ એ ગણ્યું કદી ?

~ પ્રજ્ઞા સોનપાલ

Views: 16

Comment

You need to be a member of Facestorys.com to add comments!

Join Facestorys.com

Ahmedabad Poetry Festival

             


Blog Posts

શબ્દો નું મૌન

Posted by Hasmukh amathalal mehta on June 23, 2017 at 12:16am 0 Comments

 

શબ્દો નું મૌન

 

શબ્દો નું મૌન વિનાશ ને…

Continue

On mind

Posted by Hasmukh amathalal mehta on June 22, 2017 at 11:52pm 0 Comments

On mind

 

Until your face lines…

Continue

My best female friend

Posted by Hasmukh amathalal mehta on June 20, 2017 at 11:04pm 0 Comments

My best female friend

 

What did I see in…

Continue

God you are

Posted by Hasmukh amathalal mehta on June 20, 2017 at 12:06pm 0 Comments

God you are

 

It is social…

Continue

Open exposure

Posted by Hasmukh amathalal mehta on June 20, 2017 at 4:15am 0 Comments

Open exposure

 

Love has master…

Continue

Source

Posted by Hasmukh amathalal mehta on June 20, 2017 at 4:00am 0 Comments

Source

 

You are no fool

You must…

Continue

હવે મુકો પ્રસ્તાવ

Posted by Hasmukh amathalal mehta on June 19, 2017 at 11:54pm 0 Comments

હવે મુકો પ્રસ્તાવ

 

સવાલ લાગણીઓનો…

Continue

દેશ નું નામ

Posted by Hasmukh amathalal mehta on June 19, 2017 at 4:28pm 0 Comments

દેશ નું નામ

મારી નજર છતપર ચોંટી

વિચાર્યું કેવી…

Continue

© 2017   Created by syahee.com.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service