નોટબંધી                    લે. કેતન મોટલા ‘રઘુવંશી’

‘સાંભળ્યું’ હવે આમ બેઠાં ના રયો. ઢોલીને અને ગોર મારાજ ને કાલે સવારે માંડવાના મુરતનું કે’તા આવો.’ચાર-ચાર જુવાન દીકરીનો ગામડામાં મજુરી કરી પેટીયું રડતો અભણ બાપ વિચારોમાંથી બહાર નીકળી કેસરની માં ને હકારમાં જવાબ આપી દીધો.

‘લગનની આડે માત્ર બે’જ દી બાકી  ને કામ ઘણા. કાલ સવારે મેં’માનું આવી પોચસે, એના રહેવા ઉતારાની સગવડ કરવાની. આંગણે દીકરીના લગ્નનો પેલો પરસંગ એટલે સારીરીતે ઉકેલાય જાય તો સારું  પણ આ બધું કેમેં પોચસુ ? મને તો છાતીમાં ફાળકો પડ્યો  છે.’નાથાલાલ ચિતાગ્રસ્ત ચહેરે બોલ્યા...

‘હા, ઉપાધી તો મનેય થાય સે આવડી મોટી જાનને હચવશું કેમ ? ને એમાં ક્યાંક કચાશ રેસે તો આખી જિંદગી  વેવાણ દીકરીને મેણા મારશે. ને તમે વેવાઈને દીધેલ વચનનું શું થશે એ વિચારે હું ધ્રુજી ઉઠું છું.’ કેસરની માં જવાબ દેતા બોલી.

‘કેસર ભારી અભાગણી, હું નો તો કે’તો કે અવાર વરસ નબળું છે ને રોટલાની જોગવાઈ માંડ છે એમાં દીકરીના લગન રેવા દે પણ તું, માની નૈ ને વેવાણને પરબારી હા પાડી દીધી કૈક તો વિચાર કરે માણસ..!’ નાથાલાલ રોષ પૂર્વક બોલી ગયા.

‘ કેસરના બાપુ, મનેય ખબર છે કે વરસ નબળું છે પણ દીકરી જુવાન થાય એટલે વેળાસર સાસરે વરાવી દેવાય જેટલી ઉતાવળ થાય એટલું બધાના  હિત માં  ને સામાપક્ષે વેવાઈને એક ખર્ચે બે પરસંગ ઉકલે એમ હતા એટલે મેં હા પાડી દીધી’  

‘ઈ બધી વાત તારી હાચી પણ હવે શું કરવું ? ત્રીસ ત્રીસ વરસથી કાળી મજુરી કરી જીવ ની જેમ સાચવેલી મૂડી  કાગળિયાં થઇ જાય. પાંચસો ને હજારની નોટું કોઈ લેતું નથી..’ અરે આ પાંચસો રૂપિયા માટે કેટલા દા’ડા મજુરી કરવી પડી સે એ સરકારને ખબર સે...? કાલે ગોર મારાજ ને ઢોલીને માંડવાનું કેવા ગયો ત્યારે એણે ચોખવટ કરી કે અમે પાંચસોની ને હજારની નોટું ની લઈએ એટલે મારે હાથ જોડી વિનંતી કરવી પડી કે બાપલીયા ટાણું સાચવી દયો તમને રાજી કરી દઈશ. જોતો ખરી છતે પૈસે આપણા કેવા હાલ થઇ ગયા છે..!’ નાથાલાલ ઉગ્ર મને બોલી ઉઠ્યા.

આખો દી મેં’માનો ની સરભરા કરી થાકી ગયેલ નાથાલાલ રાતે ખાટલે આડા પડ્યા ફળિયામાં થોડું અંધકાર , ઝાંખો પ્રકાશ, ઝાંપે રડતા કૂતરાનો તીણો અવાજ , ફળિયાના ખુલ્લા આકાશમાં સામું એકીટશે જોઈ નાથાલાલ આવતીકાલના વિચારોમાં ખોવાઈ ગયા...

કાલે સવારે જાન આવી પો’ચશે ને વચન મુજબ વેવાઈને બે લાખ દેવાના છે ને વેવાઈ ભારે જીદ્દી કોઈનું માને નઈ ને જૂની નોટું નઈ લ્યે તો  બીજી નવી નોટું  હું ક્યાંથી લાવીસ ? આ માણસનું કઈ કેવાય નઈ. વાત વટે ચડી તો મારી દીકરીની જાન.....?

‘ઉઠો, જાન પાદરે આવી પોચી છે જલ્દી સામૈયાની તૈયારી કરો. ગોરબાપા ને ઢોલીને હજી કેમ આયવા નથી..?.’ કેસરની માં ઉતાવળે બોલી.

જાન આંગણે આવી પહોચી સૌના આગતા સ્વાગતા થયા મેમાનુંના ઉતારાની વ્યવસ્થા થઇ. બધું બરાબર હતું પણ નાથાલાલના મનમાં સતત ઉચાટ હતો કે વેવાઈ હમણાં રૂપિયા માંગશે ને....!

‘નાથાભાઈ તમને વેવાઈ ઉતારે બોલાવે છે...’  આ શબ્દો  કાન પર પડતા નાથાલાલનો જીવ અધ્ધર થઇ ગયો. વેવાઈ ની સામે શું થશે. મારી આબરૂ....! પણ મન મક્કમ રાખી મનમાં ભગવાનને યાદ કરી ઉતારા તરફ રવાના થયા.

‘આવો..આવો વેવાઈ.., બધું તૈયાર છે ને...?’ વેવાઈએ નાથાલાલની આંખ સામે આંખ પરોવી કહ્યું. ‘ હા વેવાઈ મારા ગજા પ્રમાણે બધી વ્યવસ્થા કરી છે. આ દીકરી મારા કાળજાનો કટકો છે એનું ધ્યાન રાખજો ને ભૂલચૂક થાય તો માવતર સમજી માફ.... આટલું બોલતા નાથાલાલની આંખમાંથી દડદડ આંસુ ટપકવા લાગ્યા.    

‘અરે..અરે..વેવાઈ ! ભલા માણસ, તમે શુકામ ઉપાધી કરો છો તમારી દીકરી આજથી મારી દીકરી બસ, તમે આ બાબતે જરા પણ ચિંતા કરશો નહિ અને બીજી એક ખાસ વાત તમને અત્યારે અહી બોલાવવાનું ખાસ કારણ એ છે કે મારે તમારી પાસેથી એક પણ રૂપિયો જોઈતો નથી બસ કંકુની કન્યા વળાવી દયો અને તમે દીકરીને જે સંસ્કારો આપી સારીરીતે ઉછેર કાર્યો તે ઓછું નથી. જો હું આ રૂપિયા લઉં તો પાપનો ભાગીદાર થાઉં.આ નોટબંધીમાં કઈ કેટલાય ધનપતિઓ ધોવાઈ ગયા ચાર ચાર દીકરીનો નીભાવ કરતા પરિવારની શી દશા હોય તે મને માલુમ છે. એટલે મારે કઈ જ જોઈતું નથી.’ વેવાઈના એક એક શબ્દ સાંભળી નાથાલાલ પોતાની લાગણી રોકી ન શક્યા સીધા વેવાઈને ભેટી પડ્યા. હાજર સૌ મહેમાનો આ અલૌકિક દ્રશ્યને નિહાળી બંને વેવાઈને તાળીઓથી વધાવી લીધા.   

 

Views: 55

Comment

You need to be a member of Facestorys.com to add comments!

Join Facestorys.com

Blog Posts

Global concept

Posted by Hasmukh amathalal mehta on December 14, 2018 at 5:13am 0 Comments

Global concept

Friday,14th December 2018

 

people often say

"poetry is hell to stay with "

where are head and tail?

I just watch their anger and fail

 

All the times they write about the moon

dream about under the spell of blazing sun

beat around the bush

and try to the…

Continue

Selfless creature

Posted by Hasmukh amathalal mehta on December 14, 2018 at 4:36am 0 Comments

Selfless creature

Friday,14th December 2018

 …

Continue

The life is

Posted by Hasmukh amathalal mehta on December 14, 2018 at 4:32am 0 Comments

The life is

Friday,14th December 2018

 …

Continue

Party lines

Posted by Hasmukh amathalal mehta on December 13, 2018 at 1:39am 0 Comments

 

Party lines above

Wednesday,13th December 2018

 

In fighting begun for leadership

groupism, casteism came on fore to keep

the self-interest before party lines

 

Hasmukh Mehta

 …

Continue

Lie art

Posted by Hasmukh amathalal mehta on December 13, 2018 at 1:31am 1 Comment

Lie art

Wednesday,12th December 2018

 …

Continue

With red rose

Posted by Hasmukh amathalal mehta on December 12, 2018 at 2:30am 0 Comments

 

With red rose and heart

Monday,10th December 2018

 …

Continue

Corruption and

Posted by Hasmukh amathalal mehta on December 12, 2018 at 1:30am 0 Comments

Corruption and

Wednesday,12th December 2018

 …

Continue

Natural instinct

Posted by Hasmukh amathalal mehta on December 12, 2018 at 12:51am 0 Comments

Natural instinct

Sunday,9th December 2018

 

That is…

Continue

Holy body

Posted by Hasmukh amathalal mehta on December 11, 2018 at 2:32am 0 Comments

Holy body

Tuesday, December 11, 2018

4:54 AM…

Continue

© 2018   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service