એક ટુકડો વગડાનો

નિબંધ                                              એક ટુકડો વગડાનો                                                  લેખક: યશવંત ઠક્કર

હું મારી જાતને ભાગ્યશાળી સમજુ છું કારણ કે હું જયારે ઈચ્છું ત્યારે મારા ઘરની બારીમાંથી એક નાનકડા વગડાનાં દર્શન કરી શકું છું. આમ તો અત્યારે હું જ્યાં બેઠો છું એ જગ્યા પણ ક્યારેક વગડો જ હતી પરંતુ વગડાને વસાહતમાં ફેરવવામાં નિષ્ણાત એવા કોઈ સર્જનહારે એના પર એક વસાહત ઊભી કરી દીધી છે. જ્યારે મારા ઘરની પાસે જ વગડાનો એક ટુકડો વસાહત બનતાં બનતાં અટકી ગયો છે. વસાહતના કોઈ સર્જનહારે એના પર પણ વસાહત ઊભીકરવાની કાર્યવાહી શરૂ કરી દીધી હતી, એણે વૃક્ષો ઉખેડીને પ્લિન્થ પણ રોપી દીધાં હતાં. પરંતુ પછીથી કોઈપણ કારણસર આગળની કાર્યવાહી અટકી ગઈ છે. પરિણામે ત્રણ બાજુએથી  વસાહતોથી અને ચોથી બાજુએથી રેલ્વે લાઈન, રોડ અને ઓવરબ્રિજ જેવા આક્રમણખોરોથી   ઘેરાયેલો વગડાનો એક ટુકડો મને પોતાનો યથાશક્તિ વૈભવ પૂરો પાડી રહ્યો છે.

સ્વાભાવિક છે કે શહેર તરફથી થતા અમર્યાદિત હુમલાઓ સામે વગડો સાવ હેમખેમ તો ન જ રહ્યો હોય. છતાંય એમ કહી શકાય કે ‘ભાંગ્યો ભાંગ્યો તોય વગડો!’ ઘરની બારી ઉઘાડી રાખીને આ લખી રહ્યો છું ત્યારેય નૈઋત્ય દિશામાંથી આવતો મંદ મંદ પવન મને જ નહીં, મારા કમ્પ્યૂટર પર ઊગીને ઊભા થઈ રહેલા એકેએક શબ્દને પુલકિત કરી રહ્યો છે. શહેરના લોકો વધતા જતા તાપમાનથી સવાર સવારમાં પણ ત્રાહિમામ પોકારી રહ્યા હોય ત્યારે હું મંદ મંદ પવનના સહારે લલિત નિબંધ લખી રહ્યો હોઉં તો એ પણ મારું સદ્ભાગ્ય જ ને? 

વળી, આનંદિત થવા કાજે હું કેટલાંક જાણીતાં અને અજાણ્યાં પંખીઓનાં દર્શન કરી શકું છું. એમનાંગળેથી પ્રગટેલા ટહુકા સીધા જ સાંભળી શકું છું. વહેલી સવારે મોબાઇલ મોર્નિંગ એલાર્મ દ્વારા એની ફરજ બજાવે એ પહેલાં ટિટોડીમને જગાડવાની ફરજ બજાવી નાખે છે. એ પણ સમગ્ર વાતાવરણને ચીરી નાંખવાની દાદાગીરી સાથે! ટિટોડીએપોતાના ગળામાંથી છુટોમૂકેલો અવાજ મારા કાને પડે છે ત્યારે ક્યારેક ગામની નિશાળમાં અદબ વાળીને પોકારેલી ‘સાગરને તીર એક ટટળે ટિટોડી’ એ કવિતા સાંભરી આવે છે. એની પાછળ પાછળ આખેઆખી નિશાળ, આખેઆખું ગામ અને આખેઆખું બાળપણ પણ સાંભરી આવે છે. પછી તો, ટિટોડીએ જાણે ટહુકા વડે અક્રમણ કરવાનું આહ્વાન આપ્યું હોય એમ ઉપસ્થિત નાનાંમોટાં પંખીઓ ટહુકા વડે મીઠું અક્રમણ શરૂ કરી દે છે. વગડાનો આ ટુકડો ન હોત તો તો મારે માત્ર પારેવાંના ઘૂઘૂઘૂથી જ સંતોષ માનવો પડત.

એ પણ વરવી હકીકત છે કે વગડાના આ ટુકડા પાસે ઝાઝી વનરાજીનો વૈભવ નથી. કોઈ સમૃદ્ધ શેઠિયો ધંધામાં બરબાદ થયા પછી એકાદ નાનકડી હાટડી ચલાવીને બદલાયેલા વખત સામે ટક્કર લેતો હોય એમ જાણે વગડાનો આ ટુકડો થોડીઘણી વનરાજીના સહારે બળિયા શહેર સામે ટક્કર લઈ રહ્યો છે. શું છે એની પાસે? ઘાસ, આંકડા, બોરડી ને બાવળિયા જેવી વગર લાલનપાલને ઉછરે એવી વનસ્પતિ છે. પરંતુ કેટલાય બાગબગીચા ધરાવતા આ શહેરમાં પશુઓને થોડીઘણી રાહત આપે એવો આટલોય વગડો ક્યાંથી? એટલે જ,શહેરીજનો જયારે સવારના નાસ્તાથી પોતાનાં પેટ ભરીને કામે ભાગતા હોય છે ત્યારે એક ભરવાડ નાનકડું ધણ લઈને શહેરનાં ચોક અને સડક પાર કરીને આ નાનકડા વગડા તરફ આવી ચડે. એનું ધણ એટલે દસબાર ભેંસો અને વીસબાવીસ ગાયો. ગાયો અને ભેંસો ઘાસનું સેવન કરે અને ભરવાડ અમારી વસાહતના છાંયડામાં બેઠો બેઠો તમાકુનું સેવન કરે. એ ભરવાડને જોઈને મને મારા ગામનો રામ ભરવાડ એના ડંગોરા સાથે એવો ને એવો સાંભરી આવે.

ઉનાળામાં તો ઘાસ પણ બહુ બચ્યું ન હોય છતાંય લાચાર ભરવાડ એના ધણને લઈને આવે. કેટલીક ગાયોભેંસો ન ચરવા જેવું ચરે અને બાકીની લાચાર થઈને ઊભી રહે. ક્યારેક વસાહતમાંથી કોઈ સ્ત્રી ‘ગાય ગાય’ એવી બૂમ પાડીને ગાયોને બોલાવીને રોટલી ખવડાવે. પરંતુ એકાદ બે રોટલીનું ગજું કેટલું? એકાદબે ગાયોને ભાગ આવે એટલું. આ પરિસ્થિતિની સમજ હોય એમ બાકીની ગાયો મન મોટું રાખીને પાછી ફરી જાય. જેમ જેમ તાપ વધતો જાય એમ એમ ગાયોભેંસો વસાહતનાં મકાનોના પડછાયામાં આશરો લેતી જાય. પરંતુ, કેટલીક ભેંસો  પરિસ્થિતિ સામે જાણે વિરોધ દર્શાવતી હોય એમ તડકામાં સ્થિર ઊભી રહી જાય. ત્યારે ભેંસોની સાથે સાથે સમય પણ એમની પડખે સ્થિર થઈને ઊભો રહી ગયો હોય એવું મને લાગે.

ખરી રંગત તો ચોમાસામાં. શહેરના પાકા રસ્તાઓ વરસાદનું પાણી પચાવી ન શકે જયારે વગડાનો આ તરસ્યો ટુકડો તો વરસાદનું પીતો જ જાય. પીતો જ જાય. અમારી વસાહતમાં વરસાદનું પાણી નથી ભરાતું એ માટેનું સમગ્ર શ્રેય આ વગડાના ટુકડાને ફાળે જાય છે. વગડાનો આ ટુકડો એકધારા વરસાદને ઝીલી રહ્યો હોય ત્યારે હું એને એકધારી નજરે જોઈ રહું. મને એ મલક સાંભરી આવે કે જે મલકમાં હું પણ ક્યારેક આવા વરસાદને વરસાદી કોટ અને  વરસાદીબુટ વગર ઝીલતો હતો. હવે તો ઘરની બારી એકાદ બે ક્ષણ માટે ખોલીને પ્રસાદી જેટલી વાંછટ ઝીલવાની વાત છે. એ ગામ, એ ટેકરીઓ, એ નદીઓ, એ નાળાઓ, એ ઝાડવાં એ બધાંની ઝાંખી વગડાના આ ટુકડામાં કરી લેવાની વાત છે. વીજળીના ચમકારે બાળપણનાંદર્શન કરી લેવાની વાત છે.

એકધારા વરસાદ પછી વરાપ નીકળી હોય ત્યારે તો રંગોનું અધિવેશન ભરાયું હોય એવું લાગે.કુદરતે આ વગડાના ટુકડામાં લીલુંછમ ઘાસ પીરસી દીધું હોય. કાળી, ધોળી, રાતી ગાયો મન મૂકીને એ લીલુ લીલું ઘાસ ચરતી હોય. ખાબોચિયાના કાળા કાદવમાંકાળી કાળી ભેંસો આરામ ફરમાવતી હોય. ધોળા ધોળા બગલા એ કાળી કાળી ભેંસોના દેહ પર વળગેલાં જીવજંતુનો નાસ્તો કરતા હોય. પીળાં પીળાં પંતગિયાં,મોટો બગીચો મળી ગયો હોય એવું હકારાત્મક વલણ દાખવીનેઉત્સવ મનાવી રહ્યાં હોય. કાળાં, વાદળી અને લાલ વસ્ત્રો પહેરેલી ભરવાડણ લીલા લીલા ઘાસનો ભારો બાંધતી હોય. ધોળા વસ્ત્રો પહેરેલો ભરવાડ લાકડીના ટેકે ઊભો હોય.  આસમાની, કાળો, ધોળો, લાલ, નારંગી, જાંબલી એવા વિવિધ રંગો પોતાનામાં સમાવીને કબૂતરો હવાઈ ફેરા મારતાં હોય. આ બધાં દૃશ્યો પર વાદળાં અને સૂરજ દ્વારા તડકા અને છાયાના ઝબકારા થતા હોય. વગડાનો આ ટુકડો જાણે કે મોટા રંગમંચમાં ફેરવાઈ જાય. અને એ રંગમંચને માણનારો હું એકલો! મસ્ત! મસ્ત! બાકીના બધાં દુનિયાદારીમાં ત્રસ્ત! ત્રસ્ત!

સાવ એવું નથી કે વગડાના આ ટુકડાની સાથે માત્ર ભરવાડ અને ભરવાડણને જ લેણાદેવી છે. એમનાં સંતાનો પણ ક્યારેક છાણ ભેગું કરવા આવે. ક્યારેક કોઈ હાથમાં ખાલી થેલો લઈને આવે અને આંકડાનાં ફૂલોથી એ થેલો ભરીને લઈ જાય. એ ફૂલોમાંથીહનુમાનજી માટેની માળાઓ તૈયાર કરે અને કમાય. એને તો આ નાનકડા વગડા સાથે લેણાદેવી ખરી પણ શહેરના મંદિરમાં બિરાજમાન હનુમાનજીને અને હનુમાનજીના ભકતોને પણ લેણાદેવી ખરી. ક્યારેક, કચરો વીણનારાં પ્લાસ્ટિક, કાગળ, લોખંડ વગેરેનો કચરો વીણવા આવેઅમારી વસાહતનાં લોકો દ્વારા ફેંકાયેલો કચરો વીણી જાય અને એમાંથી થોડીઘણી કમાણી કરીને પોતાનાં પેટ ભરે. શહેરનાં લોકો પોતાનો કચરો દૂર દૂર આવેલા વગડા સુધી પહોંચાડતાં હોય તો સાવ નજીક આવેલા વગડા સુધી કેમ ન પહોંચાડે? આમ તો કચરો લેવા કાજે રોજ ગાડી આવે અને મોટાં ભાગનાં લોકો કચરો કચરાની ગાડીમાં જ ઠાલવે. પરંતુ, કેટલાંક લોકોનેઘરનો કચરો ખુલ્લી જગ્યામાં ફેંકવાથી પરંપરા અને પોતાના સંસ્કારોનું પાલન થતું હોય એવું લાગતું હોય છે.

કોઈ સૈન્ય દુશ્મન દેશ તરફ આક્રમણ કરતુ હોય એમ, દિવાળીના તહેવારોમાં રાત્રે આસપાસની વસાહતોમાથી લોકો આ નાનકડા વગડા તરફ રોકેટ જેવા ફટાકડા છોડે. ઉતરાણના તહેવારમાં તો આ નાનકડા વગડામાંકપાયેલી વિવિધરંગી પતંગોનું મોટે પાયે ઉતરાણ થાય. એ પતંગોનેતરાપ મારીને પકડનારા અને ભેગી કરનારાઓ આવી ચડે. ક્યારેક આ જ વગડામાં શિકારી પ્રાણીઓએ પણ પોતાના શિકાર પર તરાપ મારી હશે. વગડો તો એ તરાપનો પણ સાક્ષી અને આ તરાપનો પણ સાક્ષી!

આમ જુઓ તો વગડાના આ ટુકડા પર મારો કોઈ હક નથી. મારી વસાહત અને એની વચ્ચે એક દીવાલ છે. એટલે હું એ તરફ જઈ શકતો નથી. પરંતુ એના દ્વારા મને મળતી પ્રસન્નતાને કોઈ રોકી શકાતું નથી. મારી વસાહતના સર્જનહારે મારા રહેઠાણની સાથે મને આપવા જેવી અને અગાઉથી નક્કી થયેલી ઘણી સગવડો આપી નથી. પરંતુ મને એનું દુઃખ નથી. કારણ કે અગાઉથી નક્કી ન થઈ હોય એવી ઘણી સગવડો મને અનાયાસે વગડાના ટુકડા દ્વારા મળે છે.નર્યાં ઘોંઘાટ અને ભીડનો  અનુભવ કરવાનાર શહેરમાં પ્રકૃત્તિનો અનુભવ કરાવે એવી સગવડ મળે એ ખોટનો સોદો તો નથી. ઘરની બહાર નીકળ્યા વગર ખુલ્લા આકાશનાં દર્શન થઈ શકે એ સગવડનાં શાં મૂલ્ય આંકવાં? સાંજની વેળાએ સૂરજના બદલાતા રંગઢંગના સાક્ષી બનવાની સગવડ આજકાલ કેટલા બિલ્ડર આપે છે? ચાંદની ઘરના ઝરૂખામાં પધારે એ સગવડ જેવીતેવી છે? રાતના નિદ્રા વેરણ થઈ હોય તો તારા સાથે મૌન સત્સંગ કરવાની સગવડ વિષે શું કહેવું?દસ્તાવેજમાં ન જણાવી હોય એવી ઘણી સગવડો મને ઘરબેઠાં મળે છે! ભલુંથજો આ નાનકડા વગડાનું અને ભલું થજો એ પરિબળોનું કે જેને લીધે વગડાનો આ ટુકડો વસાહત બનતાં બનતાં અટકી ગયો છે.

હું જાણું છું કે વગડાનો આ ટુકડો સલામત નથી. મારી નજરે એ વગડાનો ટુકડો છે પરંતુ  કેટલાક લોકો માટે તો શહેરના વિશાળ માર્ગની નજીક આવેલી મોંઘી જમીનનો ટુકડો છે. એ લોકો ક્યારેક તો સક્રિય થશે જ. ક્યારેક તો બેપાંચ મોટરગાડીઓ આવશે અને એમાંથી વસાહતનું સર્જન કરનારાઓ ઊતરશે. માપ લેવાશે. નકશા તૈયાર થશે. વાટાઘાટો થશે. લોકોને વસાહતનો હિસ્સો બનાવવા માટે આકર્ષક કાર્યાલય ઊભું થઈ જશે. જાહેરાતના પાટિયાં મૂકાઈ જશે. પાટિયાં પર ભવિષ્યની વસાહતનાં નયનરમ્ય દૃશ્યો ચિતરાઈ જશે. એ દૃશ્યો જોવા કાજે નગરજનો ઊભા રહી જશે. પછી તો યંત્રો, ભરખાનાં, પાણી, લોખંડ, સિમેન્ટ, રેતી, કપચી, ઈંટો, ચૂનો, રંગો, ટાઇલ્સ, બારીબારણાં, એન્જિનિયર, કડિયા, કારીગરો, મજૂરો વગેરે દ્વારા એક અભિયાન શરૂ થઈ જશે જે અભિયાનનો હું પણ સાક્ષી બનીશ.

ભલભલા જંગલોનું પતન થયું છે. આ નાનકડા વગડાનું પણ થશે અને વસાહત રૂપે નવસર્જન પણ થશે. ત્યારે ફરીથી હું એક નિબંધ લખીશ. શીર્ષક રાખીશ કે : વસાહત પણ ક્યારેક વગડો હતી!

Views: 139

Comment

You need to be a member of Facestorys.com to add comments!

Join Facestorys.com

Blog Posts

मेरी आंखो ने एक ख्वाब देखा !

Posted by Gita Negi on August 3, 2020 at 1:17am 0 Comments

‍‍मेरी आँखों ने एक ख्वाब देखा ,

सपने में एक पिता को देखा

व्यवहार  से कठोर,ह्रदय से नर्म इंसान को देखा

ठान ले तो चट्टान  सा  द्रढ़ इंसान देखा ,

प्यार में  मोम  सा पिघलता  शक्श देखा !

कितने रूप संजो  रखे थे भीतर ही भीतर ,

किसी नारियल  की तरह ,

खुदको परत  बा परत ढकता देखा!

दुनिया की तकलीफ खुदपे लेते ,

अपनों को सब से…

Continue

5 Effective Ways to Clear Education Loan Quickly

Posted by Rita Biswas on July 14, 2020 at 6:38am 0 Comments

If studying abroad is a dream, then availing a study abroad loan is one of the primary approaches for funding. But again, fulfilling that education loan becomes a challenge. Achieving financial freedom and living a debt-free life is what every student aspires. Paying off the debt as early as possible can free up the earned income which can be further…

Continue

Posted by Facestorys.com Admin on January 21, 2020 at 4:49am 0 Comments

Never helpless

Posted by Hasmukh amathalal mehta on October 20, 2019 at 12:56pm 0 Comments

Each of us is born magician,

but we should know how to

use our magic wand-------- Sania Zakir

 

Never helpless

Sunday, October 20, 2019

6:34 AM

                         

Never under-estimate human brings

they are committed to bring

the miracles on the earth

for all of us to…

Continue

Wedded to non-violence

Posted by Hasmukh amathalal mehta on October 20, 2019 at 12:39pm 0 Comments

Wedded to non-violence

Sunday,20th October 2019

 

I must speak

even though my heart is weak

it can never trick

it shall never throw stone or brick

 

it has wedded to non-violence

in true form of love's essence,

it has paramount importance

and everybody must seize the…

Continue

Joy of life

Posted by Hasmukh amathalal mehta on October 20, 2019 at 12:33pm 0 Comments

Joy of life
Sunday, 20th October 2019
 
Who can dare see through my…
Continue

Seek my shelter

Posted by Hasmukh amathalal mehta on October 18, 2019 at 3:14pm 0 Comments

Seek my shelter

Friday,18th October 2019

 …

Continue

Passage of time

Posted by Hasmukh amathalal mehta on October 18, 2019 at 12:55pm 0 Comments

Passage of time
Friday,18th October 2019
 
Take me not into an…
Continue

© 2020   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service